ગાયત્રીમંદિર વિસ્તારમાં ફરી દીપડો દેખાતાં સ્થાનીકોમાં ભયનો માહોલ છવાયો, 5 બકરાના મારણ કર્યા, વન વિભાગની ટીમે દીપડાને પકડવા પાંજરું મૂક્યું | Leopard sighting again in Gayatri Mandir area creates panic among locals, kills 5 goats, forest department team puts cage to catch leopard | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Leopard Sighting Again In Gayatri Mandir Area Creates Panic Among Locals, Kills 5 Goats, Forest Department Team Puts Cage To Catch Leopard

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

વાંકાનેર પંથકમાં અવાર નવાર દીપડાએ દેખા દીધાની વાતો સાંભળવા મળતી હોય છે અને 10 દિવસ પૂર્વે જ દીપડાએ બકરાના મારણ કર્યા હતા. જેથી દીપડો પકડવા તંત્રએ પાંજરું પણ મુક્યું હતું. જોકે દીપડો પાંજરે પુરાયો ના હતો અને ફરીથી એ જ વિસ્તારમાં દીપડાએ આતંક મચાવતા 5 બકરાના મારણ કર્યા છે. જેથી સ્થાનીકોમાં ભયનો માહોલ છવાયો છે.

વન વિભાગ ટીમ દોડી ગઈ, દીપડો પકડવા પાંજરું મુકાયું
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના ગાયત્રી મંદિર નજીક રહેતા પંકજ વણેકીયા નામના માલધારીના વાડામાં દીપડો ત્રાટક્યો હતો. જ્યાં વાડામાં બાંધેલા પાંચ બકરાનું મારણ કરવામાં આવ્યું હતું. બનાવ મામલે વન વિભાગના અધિકારી પ્રતિક નારોડીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ફરી દીપડો દેખાયો તે હકીકત સામે આવી છે અને પાંચ જેટલા બકરાનું મારણ કરવામાં આવ્યું છે. તેમજ દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું પણ મુક્યું હોવાનું તેઓએ ઉમર્યું હતું.

આમ 10 દિવસના ટૂંકાગાળામાં ફરી એ જ વિસ્તારમાં દીપડાએ આતંક મચાવ્યો છે. જેથી સ્થાનીકોમાં ભયનું લખલખું પસાર થઇ ગયું છે અને જલ્દી દીપડો પાંજરે પુરાય તેવી આશા સ્થાનિકો સેવી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post