સુરતમાં જુદા-જુદા વિસ્તારોમાં ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન, 5 હજારથી વધુ લોકોએ એકસાથે એપિસોડ સાંભળ્યો | Special program organized by BJP in different areas in Surat, more than 5000 people watched the episode together. | Times Of Ahmedabad

સુરત37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 5000 લોકો સાથે પી એમનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો - Divya Bhaskar

સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 5000 લોકો સાથે પી એમનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો

‘મન કી બાત’ ના 100 એપિસોડ પૂર્ણ થયા છે ત્યારે આ 100 એપિસોડ પૂર્ણ થયાની ઊજવણી રુપે સુરતમાં જુદા-જુદા વિસ્તારોમાં ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વેસુ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સ્થાનિક ધારાસભ્યોની ઉપસ્થિતિમાં 5 હજારથી વધુ લોકોએ પ્રધાનમંત્રીનું ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળ્યો હતો. આ કાર્યક્રમમાં જુદા-જુદા વર્ગના લોકો જોડાયા હતા. પૂર્વ સૈનિકો, કિન્નરો, દિવ્યાંગ બાળકો, સ્પોર્ટ્સના બાળકો, સામાજિક કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મળીને 5000થી વધુ લોકો એકસાથે 100મા એપિસોડને સાંભળ્યો હતો.

વેસુ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ દેશવાસીઓ સાથે રેડિયોના માધ્યમથી કરતા હોય છે ત્યારે ‘મન કી બાત’ના 100માં એપિસોડને લઇ સુરતમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં આ એપિસોડ સાંભળવાનો કાર્યક્રમ રાખ્યો હતો. ચોર્યાસી વિધાનસભાના વેસુ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 5 હજારથી વધુ ભાજપના કાર્યકર્તાઓ સાથે ધારાસભ્યો તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહી અને 100માં એપિસોડને સાંભળ્યો હતો.

સુરતમાં 789 સ્થળો પર ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ સાથે દિવ્યાંગ બાળકો, કિન્નરો, પૂર્વ સૈનિક, સ્પોર્ટ્સના બાળકો, નર્સિંગ ભાઈ-બહેનો, ગંગાસ્વરૂપ બહેનો, સખી મંડળ બહેનો, આશાવર્કર બહેનો, નૃત્યાંગના બહેનો, શ્રમજીવી ભાઈ બહેનો અને માલધારી સમાજના લોકોએ એકત્ર થઈને પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ના 100મા એપિસોડને માણ્યો હતો. સમગ્ર સુરતની વાત કરીએ તો સુરતમાં ભાજપ દ્વારા સમગ્ર શહેર વિસ્તારમાં જુદા-જુદા પ્રકારે આયોજન કરાયા હતા. સમગ્ર સુરતમાં ભાજપ દ્વારા 2,794 બુથ પૈકી 789 સ્થળો પર મન કી બાત કાર્યક્રમ સાંભળવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ધારાસભ્ય અને મંત્રીના મત ક્ષેત્રમાં આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં 48,000 જેટલા નાના-મોટા કાર્યક્રમો કર્યા
આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું કે, આ કાર્યક્રમ સમાજને જોડવા માટે છે. ‘મન કી બાત કાર્યક્રમ’માં કોઈ પોલિટિકલ વાત કરવામાં આવતી નથી. દેશના વિવિધ લોકો અલગ-અલગ ક્ષેત્રમાં જે પ્રકારે આગળ વધે છે, તેને પ્રોત્સાહિત કરવા માટેનું કામ વડાપ્રધાન કરી રહ્યા છે ત્યારે આજે કોઈપણ વિઘ્ન વગર પ્રધાનમંત્રીના આ કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થયા છે. વિશ્વના જે પ્રધાનમંત્રી નથી કરી શક્યા તે કામ આપણા દેશના પ્રધાનમંત્રી કર્યું છે. રેડિયો જેવું માધ્યમ લુપ્ત થવા જઈ રહ્યું હતું ત્યારે પ્રધાનમંત્રીએ રેડિયોના મારફતથી લોકો સાથે વાતો કરી છે ત્યારે પ્રધાનમંત્રીએ તેને નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. પ્રધાનમંત્રીના આ કાર્યક્રમને સાંભળવા સમગ્ર ગુજરાતમાં 48,000 જેટલા નાના મોટા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

أحدث أقدم