મહેસાણા9 કલાક પહેલા
- કૉપી લિંક
મહેસાણા જિલ્લાના ડાભલા ગામે સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. પોલીસના જણાવ્યાં પ્રમાણે મહિલાએ દવા પી આપઘાત કર્યો છે. આ મામલે કુલ 5 સાસરિયા વિરુદ્ધ વસાઈ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મહેસાણા નજીક આવેલા ડાભલા ગામની સીમમાં 37 વર્ષીય પરિણીતા લક્ષ્મી બેનને પતિ અવારનવાર ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. પરિણીતાને લગ્ન જીવન દરમિયાન બે દીકરા હોવાથી તેઓનું જીવન બગડે નહિ એ માટે સસરિયાનો ત્રાસ સહન કરતી હતી. ત્યારે 17 એપ્રિલના રોજ પરિણીતા એકાએક ઘરેથી નીકળી ગઈ હતી. જેથી પતિ તેને શોધવા તેના પિયર સુધી ગયો હતો. બાદમાં મહિલા ત્યાં પણ ના મળતા તે ડાભલા પરત આવ્યો હતો.
આ દરમિયાન મહિલાની લાશ ખેતરોમાં મળી આવતા પિયરીયાને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જ્યાં પોલીસને પણ જાણ કરતા વસાઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તજવીજ આદરી હતી જ્યાં મૃતક મહિલાના પિતા મેરુજી ઠાકોર સરિયા પક્ષના મહેશજી હમીરજી ઠાકોર, રમેશજી હમીરજી ઠાકોર, રાજુજી હમીરજી ઠાકોર, સુશીલા બેન હમીરજી ઠાકોર, લખીબેન રાજુજી ઠાકોર વિરુદ્ધ વસાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.