પાટડી નગરપાલિકા દ્વારા પાણીવેરા અને સફાઇવેરામાં વધારેલા વેરામાં 50%નો ઘટાડો કર્યો, હવે 25% લેખે જ વેરો વધશે | 50% reduction in increased taxes on water tax and sanitation tax by Patdi Municipality, now only 25% tax will be increased | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટડી નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા શાખા અને પાણી શાખાની નિભાવણી અને જાળવણીને પહોંચી વળવા પાણીવેરા અને સફાઇવેરામાં અધધ 50 %નો વધારો ઝીંકાયો હતો અને તા. 29/4/23 સુધીમાં નગરજનો પાસે વાંધાઓ અને સૂચનો મંગાવવામાં આવ્યાં હતા. જેમાં નગરજનોએ વિરોધ કર્યો હતો. જેના પગલે ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચે યોજાયેલી મેરોથોન મીટીંગ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. પાટડી નગરપાલિકા દ્વારા પાણીવેરા અને સફાઇવેરામાં વધારેલા વેરામાં 50%નો ઘટાડો કર્યો, હવે 25% લેખે જ વેરો વધશે.

પાટડી નગરપાલિકા દ્વારા નગરજનો પાસે વેરા વસુલ કરીને સફાઇ અને પાણી સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પાટડી નગરપાલિકા દ્વારા નગરજનો પાસેથી પહેલા પાણીવેરા પેટે વાર્ષિક રહેણાંકને રૂ. 600, બિન રહેણાંક (દુકાનો)ને રૂ. 1,000 અને ઓદ્યોગિક પાસેથી રૂ. 2250 લેખે વસુલવામાં આવતા હતા. એ જ રીતે પાટડી નગરપાલિકા દ્વારા સફાઇવેરા પેટે વાર્ષિક રહેણાંક અને બિનરહેણાંક બંને પાસેથી રૂ. 120 લેખે વસુલ કરવામાં આવતા હતા.

પાટડી નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા શાખા અને પાણી શાખાની નિભાવણી અને જાળવણીને પહોંચી વળવા પાણીવેરા અને સફાઇવેરામાં અધધ 50%નો વધારો ઝીંકાયો છે. અને તા. 7/3/23ની નગરપાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ અને ચીફ ઓફિસર મોસમભાઇ પટેલ સહિત નગરપાલિકાના તમામ સભ્યોની હાજરીમાં સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાટડી નગરપાલિકા દ્વારા નગરજનો પાસેથી હવેથી પાણીવેરા પેટે વાર્ષિક રહેણાંકને રૂ. 600ના બદલે રૂ.900, બિન રહેણાંક (દુકાનો)ને રૂ.1,000ના બદલે રૂ. 1500 અને ઓદ્યોગિક પાસેથી રૂ. 2250ના બદલે રૂ. 3,500 લેખે વસુલવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતુ.

એ જ રીતે પાટડી નગરપાલિકા દ્વારા સફાઇવેરા પેટે વાર્ષિક રહેણાંક પાસેથી રૂ.120ના બદલે રૂ. 200 અને બિન રહેણાંક પાસેથી રૂ. 120ના બદલે વધારીને રૂ. 300 લેખે વસુલ કરવામાં આવશે એવુ નક્કી કરવામાં આવ્યું હતુ. અને તા. 29/4/23 સુધીમાં નગરજનો પાસે વાંધાઓ અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. ત્યારે પાટડી નગરપાલિકા દ્વારા પાણીવેરા અને સફાઇવેરામાં અધધ 50%નો વધારો ઝીંકાતા નગરજનોમાં રોસની લાગણી ફેલાવા પામી હતી.

આથી દસાડા વિસ્તારના ધારાસભ્ય પી.કે.પરમાર અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ વચ્ચે શુક્રવારે નગરપાલિકામાં યોજાયેલી મેરોથોન મીટીંગ બાદ નગરજનોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. પાટડી નગરપાલિકા દ્વારા પાણીવેરા અને સફાઇવેરામાં વધારેલા વેરામાં 50%નો ઘટાડો કર્યો, હવે 25 % લેખે જ વેરો વધશે. હાલમાં તો નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ અને કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ સહિતના નગરપાલિકાના સભ્યો દ્વારા આ નવા કરવેરાના દર માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવા માટે ખાત્રી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم