પાટડી નગરપાલિકા દ્વારા પાણી અને સફાઈ વેરામાં 50 ટકાનો સૂચિત વધારો કરાયો, 29 એપ્રિલ સુધીમાં લોકો પાસેથી વાંધા સૂચનો મંગાવ્યા | Patdi Municipality proposes 50 per cent hike in water and sanitation tax, invites public objections by April 29 | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટડી નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા શાખા અને પાણી શાખાની નિભાવણી અને જાળવણીને પહોંચી વળવા પાણીવેરા અને સફાઇવેરામાં અધધ 50 %નો વધારો ઝીંકાયો છે. અને તા. 7/3/23ની નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો,ને તા. 29/4/23 સુધીમાં નગરજનો પાસે વાંધાઓ અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. ત્યારે પાટડી નગરપાલિકા દ્વારા પાણીવેરા અને સફાઇવેરામાં અધધ 50 %નો વધારો ઝીંકાતા રોસની લાગણી ફેલાવા પામી છે.

પાટડી નગરપાલિકા દ્વારા નગરજનો પાસે વેરા વસુલ કરીને સફાઇ અને પાણી સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પાટડી નગરપાલિકા દ્વારા નગરજનો પાસેથી હાલમાં પાણીવેરા પેટે વાર્ષિક રહેણાંકને રૂ. 600, બિન રહેણાંક (દુકાનો)ને રૂ. 1,000 અને ઓદ્યોગિક પાસેથી રૂ. 2250 લેખે વસુલવામાં આવતા હતા. એ જ રીતે પાટડી નગરપાલિકા દ્વારા સફાઇવેરા પેટે વાર્ષિક રહેણાંક અને બિનરહેણાંક બંને પાસેથી રૂ. 120 લેખે વસુલ કરવામાં આવતા હતા.

પાટડી નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા શાખા અને પાણી શાખાની નિભાવણી અને જાળવણીને પહોંચી વળવા પાણીવેરા અને સફાઇવેરામાં 50 %નો સૂચિત વધારો કરાયો છે. અને તા. 7/3/23ની નગરપાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ અને ચીફ ઓફિસર મોસમભાઇ પટેલ સહિત નગરપાલિકાના તમામ સભ્યોની હાજરીમાં સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાટડી નગરપાલિકા દ્વારા નગરજનો પાસેથી હવેથી પાણીવેરા પેટે વાર્ષિક રહેણાંકને રૂ. 600ના બદલે રૂ.900, બિન રહેણાંક (દુકાનો)ને રૂ.1,000ના બદલે રૂ. 1500 અને ઓદ્યોગિક પાસેથી રૂ. 2250ના બદલે રૂ. 3,500 લેખે વસુલવાનું સૂચવવામાં આવ્યું છે..

એ જ રીતે પાટડી નગરપાલિકા દ્વારા સફાઇવેરા પેટે વાર્ષિક રહેણાંક પાસેથી રૂ. 120ના બદલે રૂ. 200 અને બિન રહેણાંક પાસેથી રૂ. 120ના બદલે વધારીને રૂ. 300 લેખે વસુલ કરવામાં આવશે એવુ નક્કી કરવામાં આવ્યું છે. અને ને તા. 29/4/23 સુધીમાં નગરજનો પાસે વાંધાઓ અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. ત્યારે પાટડી નગરપાલિકા દ્વારા પાણીવેરા અને સફાઇવેરામાં 50 %નો સૂચિત વધારો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post