Saturday, April 1, 2023

વડોદરાની ઈરકોન કંપનીએ દાહોદ જિલ્લાને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 50 લાખની કિંમતની બે એમ્બ્યુલન્સની ભેટ આપી | Aircon of Vadodara gifted two ambulances worth Rs 50 lakh equipped with state-of-the-art facilities to Dahod district. | Times Of Ahmedabad

દાહોદ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં વડોદરાની ઈરકોન કંપની દ્વારા બે અદ્યતન એમ્બ્યુલન્સ સુપ્રત કરવામા આવી છે. આ એમ્બ્યુલન્સની સેવાઓથી ઘણાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવવામાં મદદ મળશે તેમ લાગી રહ્યુ છે. પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરાયું હતું.

જિલ્લામાં ઘણાં સંગઠનો મદદ કરી રહ્યા છે
દાહોદ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે.આ જિલ્લામાં ગરીબ આદિવાસીઓની સંખ્યા ઘણી મોટી છે.જેથી સરકારી યોજના ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાનગી કંપનીઓ પણ પોતાનુ યોગદાન આપતા હોય છે.ત્યારે આવુ વધુ એક સત્કાર્ય કરવામા આવ્યુ છે.

આઈસીયુની બધી જ સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ
જેમાં ઇરકોન વડોદરા કીમ એક્સપ્રેસ વે લિમિટેડ કંપનીના સી એસ આર ફંડ માંથી 2022-2023 માં દાહોદ જીલ્લા ને અત્યંત આધુનિક સુવિધા ધરાવતી બે (૨) એમ્બ્યુલન્સ કંપની તરફથી ફાળવવામાં આવી છે.જેમાં એક એમ્બ્યુલન્સ એડવાન્સ લાઇફ સેવિંગ એમ્બ્યુલન્સ જે ઓક્સિજન, વેન્ટિલેટર, મલ્ટીપારા મોનીટર, સિરિંઝ ઇન્ફયુઝન પંપ સહિતની સુવિધા ધરાવે છે.જેથી આ એમ્બ્યુલન્સમા આટલી બધી જીવન રક્ષક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી ઘણાં દર્દીઓના જીવન બચાવી શકાશે તેમ લાગી રહ્યુ છે.

​​​​​​​બીજી એમ્બ્યુલન્સ બેઝિક લાઇફ સપોર્ટ સીસ્ટમથી સજ્જ છે
​​​​​​​
તેવી જ રીતે બીજી એક બેઝિક લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.આ એમ્બ્યુલન્સમાં પણ મુશ્કેલ સમયમાં દર્દીઓને સુરક્ષિત રીતે દવાખાના સુધી પહોંચાડવાની ક્ષમતા રહેલી છે.બન્ને એમ્બ્યુલન્સ મળી કુલ કિંમત 50 લાખ જેટલી થાય છે. દાહોદ જેવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં કંપની દવારા ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ ખરેખર દેવદૂત સમાન બની રહેશે.

​​​​​​​જિલ્લા પંચાયત પ્રમુખે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
એમ્બ્યુલન્સને લીલી ઝંડી દાહોદ જીલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા, ઈરકોન કંપનીનાં ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી શાંતા કુમાર દવારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવા માં આવ્યું, આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવ ,આર. સી. એ ચો શ્રી ડૉ ઉદય ટીલાવત,ઈરકોન કંપનીના રમા શંકર, અનિલકુમાર મીના, ડેપ્યુટી જનરલ મેનેજર સિવિલ ઈરકોન કંપનીના સ્ટાફ તથા અરુણકુમાર ચૌધરી આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર વર્કસ વેસ્ટર્ન રેલ્વે દાહોદ સહીતના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.