ઝઘડિયામાં ભંગારના વેપારી પાસે 50 હજારની ખંડણી માગી, ચાર શખ્સો સવા લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર | A ransom of 50,000 was demanded from the scrap dealer in Jangaria. Four persons ran away after looting goods worth a quarter of a lakh | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Ransom Of 50,000 Was Demanded From The Scrap Dealer In Jangaria. Four Persons Ran Away After Looting Goods Worth A Quarter Of A Lakh

ભરૂચ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • *ભંગારના વેપારીને ખંડણીની માંગણી કરી ચાર ઈસમોએ માર મારી લૂંટ ચલાવી ફરાર*

ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ કેમી ઓર્ગેનિક કંપની સામે ભંગારના વેપારીને ખંડણીની માંગણી કરી ચાર ઈસમોએ માર મારી રોકડા 22 હજાર અને ફોન મળી કુલ 1.22 લાખના મુદ્દામાલની લુંટ કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં સ્ટાફ કોલોનીની સ્થિત સાંઈનાથ સોસાયટીમાં રહેતા રામશરણ કેશરી પ્રસાદ યાદવ ગત તારીખ-ત્રીજી એપ્રિલના રોજ ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ કેમી ઓર્ગેનિક કંપની ખાતે કામ અર્થે આવ્યા હતા. જેઓએ કંપની સામે પોતાની કાર ઉભી કરી હતી. તે સમયે ધારોલી ગામનો રણજીત મગન વસાવા ત્યાં તેની સ્વીફ્ટ કાર લઇ આવી વેપારીને અટકાવી તું અહિયાં કેમ આવેલ છે જેથી કંપનીમાં કામ હોવાથી આવ્યા હોવાનું જણાવતા રણજીત વસાવાએ તું રૂપિયા આપતો નથી તો કેમ આવે છે. અહિયાં ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર હપ્તો આપવો પડશે. જેથી વેપારીએ આટલા રૂપિયા હું કમાતો નથી તને ક્યાંથી આપું તેમ કહેતા જ ખંડણી ખોર અને બાઈક પર આવેલ બે ઈસમો સહીત અન્ય એક મળી કુલ ચાર ઈસમોએ વેપારીને લાકડાના ડંડા વડે માર મારી તેઓના ખિસ્સામાં રહેલ રોકડા 22 હજાર અને ફોન મળી કુલ 1.22 લાખથી વધુનો મુદ્દામાલની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. લુંટ અને મારામારી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post