Friday, April 21, 2023

ક્રાઇમ બ્રાન્ચે 50 ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો, લોનની લાલચ આપી છેતરપિંડી કરતો ઠગ પોલીસના શિકંજામાં | Vadodara Crime Branch nabs habitual criminal involved in 50 crimes, cheating by luring loans | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 50થી વધુ ગુનામાં સંડોવાયેલા રીઢા ચોર અમિત ઉર્ફે શ્યામ દરજીને ઝડપી પાડ્યો છે અને વડોદરામાં ઘરફોડ ચોરી અને આણંદમાં વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો છે. બીજી તરફ વડોદરામાં લોન કરી આપવાની લાલચ આપીને અલગ-અલગ કરંટ એકાઉન્ટ ખોલી છેતરપિંડી આચરનાર આરોપીને વડોદરા સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે બે ગુના ડિટેક્ટ કર્યાં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ડભોઇ રોડ જૂના જકાતનાકા પાસેથી અમિત ઉર્ફે શ્યામ નવિનભાઇ દરજી (ઉ.46) (હાલ રહે. ફતેપુરા વડોદરા, મૂળ રહે. આણંદ)ને બાઇક સાથે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જો કે, તેની પાસેથી દાગીના તેમજ મોબાઇલનું બિલ અને બાઇકના પેપર મળ્યા નહોતા. જેથી પોલીસે તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી.

ઘરફોડ ચોરીના આરોપીની ધરપકડ
પોલીસ પૂછપરછમાં આરોપીએ બાઇક આણંદથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને 4 એપ્રિલના રોજ વારસીયાના એપાર્ટમેન્ટમાં આવેલા બંધ મકાનનું તાળુ તોડીને સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. આમ વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશન અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના બે ગુના ડિટેક્ટ થયા હતા. જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી અમિત ઉર્ફે શ્યામ દરજીની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઘરફોડ ચોરીનો આરોપી અમિત ઉર્ફે શ્યામ દરજી

ઘરફોડ ચોરીનો આરોપી અમિત ઉર્ફે શ્યામ દરજી

આરોપીનો ગુનાહિત ઇતિહાસ
આરોપી અમિત ઉર્ફે શ્યામ દરજી છેલ્લા 22 વર્ષથી ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ આચરતો હતો. તેની સામે વડોદરા, અમદાવાદ, સુરત અને આણંદ ખાતે જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં 50થી વધુ ઘરફોડ, વાહન ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી અમિત ઉર્ફે શ્યામ ભરૂચ ખાતે પોલીસની કસ્ટડીમાંથી ભાગી જવાના ગુનામાં 10 વર્ષની તથા ચકલાસી ખાતે પેટ્રોલપંપના લૂંટના કેસમાં 7 વર્ષની સજા તેમજ વરણામા પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાના ગુનામાં, આણંદ ઘરફોડ ચોરી અને કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર ચોરીના ગુનામાં 2-2 વર્ષની સજા થઈ હતી.

સાયબર ક્રાઇમનો આરોપી ઘ્રુવ પંચાલ.

સાયબર ક્રાઇમનો આરોપી ઘ્રુવ પંચાલ.

ભેજાબાજોએ સારા વળતરની લાલચ આપી હતી
વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ભેજાબાજોએ 11 સપ્ટેમ્બર-2022થી આજ દિન સુધીમાં વ્હોટ્સએપ પર મેસેજ કરીને ઘરેબેઠા 8 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપી હતી અને મેસેજ કરીને જુદી-જુદી લિંકો મોકલી હતી અને ઓનલાઇન ખરીદી કરવાના બહાને ઇન્વેસ્ટ કરીને સારુ વળતર આપવાના બહાને રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. અલગ-અલગ બીજા ટાસ્ક ક્લિયર કરવા માટે વિવિધ બહાના બતાવીને વધુ પૈસાની માંગણી કરી હતી અને છેતરપિંડી આચરી હતી.

આરોપીની ધરપકડ
આ ગુનામાં સાયબર ક્રાઇમે ટેક્નિકલ સોર્સના આધારે અને એકાઉન્ટની માહિતી પરથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઘ્રુવ પંચાલ નામના ઇસમે બેંક ખાતા ધારકોને લોન કરી આપવાના બહાને વિશ્વાસમાં લઈને કંપની ઉભી કરી હતી અને બેન્કના કરંટ એકાઉન્ટ ખોલાવીને અને સીમકાર્ડ ઇસ્યુ કરાવીને ફ્રોડના નાણાકીય વ્યવહાર માટે ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો હતો. જેથી સાયબર ક્રાઇમ ધ્રુવ પંચાલ (ઉ.23), (રહે. પાયલનગર, અમદાવાદ)ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: