الأربعاء، 5 أبريل 2023

રાજકોટમાં કોઠારિયા રોડ પર 52 સ્થળે ઓટલા-છાપરાનું ડિમોલિશન, 1820 ચો.મી જગ્યા ખુલ્લી કરાઈ | Demolition of Otla-Chapra at 52 places on Kotharia Road in Rajkot, 1820 sq.m. | Times Of Ahmedabad

રાજકોટ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે વોર્ડ નં.18ના કોઠારીયા ગામથી સાંઇબાબા ચોક સુધીના રોડ પર ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં ટીપી શાખાએ 52 સ્થળોએ બિલ્ડીંગ, દુકાનો, કારખાના બહારથી ઓટલા અને છાપરાના દબાણો તોડી પાડયા હતા અને 1820 ચો.ફુટ પાર્કિંગ વાહનો માટે ખુલ્લુ કરાવવામાં આવ્યું હતું.

7.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત
સોલીડ વેસ્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 18માં કોઠારીયા ગામ થી સાંઈબાબા ચોક સુધીનાં રોડ પર જાહેરમાં ગંદકી કરવા બદલ કુલ 7 આસામી પાસેથી રૂ. 3500, ડસ્ટબીન ન રાખતા વેપારી પાસેથી રૂ. 250, ઝબલાના ઉપયોગ કરવા બદલ 7 આસામી પાસેથી રૂ. 8500 એમ કુલ 15 આસામી પાસેથી રૂ. 12250 વહીવટી ચાર્જ વસુલ કરી 7.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરાયું હતું. રોશની શાખા દ્વારા કોઠારીયા ગામ થી સાઇબાબા સર્કલ સુધીનાં વોર્ડ નં. 18નાં રસ્તા પર બે બંધ સ્ટ્રીટ લાઈટને રીપેરીંગ કરી ચાલુ કરી બે સ્થળેથી ઇલેક્ટ્રીક સર્વિસ વાયર દૂર કરવામાં આવ્યા હતા.

91 બોર્ડ બેનર જપ્ત
દબાણ હટાવ શાખા દ્વારા આ રોડ પર 6 પરચુરણ દબાણ અને 91 બોર્ડ બેનર કોઠારીયા ગામતળથી સોલવન્ટ ફાટક હાઈવે સુધીમાં જપ્ત કરાયા હતા. તો બાંધકામ અને ડે્રેનેજ શાખાએ મેટલીંગ, મેન વોલની સફાઇ, લેવલીંગ, રબ્બીશ ઉપાડવાનું કામ કર્યુ હતું.ટેક્સ શાખા દ્વારા આજ રોજ કોઠારીયા ગામ થી સાઇબાબા સર્કલ સુધીનાં વોર્ડ નં.18માં મિલકત વેરા માટે કુલ પાંચ આસામીને નોટીસ અપાઇ હતી તો વ્યવસાય વેરા માટે કુલ 30 આસામીઓને સુનવણી નોટીસ આપવામાં આવેલ છે.

લીલાવંતી કોમ્યુનિટી હોલ ફાયર NOCની નોટિસ
ફાયર વિભાગ દ્વારા કોઠારીયા ગામતળથી સોલવન્ટ ફાટક હાઇવે સુધી બિલ્ડીંગમાં ચકાસણી કરી હાઇરાઇઝ સ્વાતી હાઇટસ એ.બી.સી.ને એન.ઓ.સી તથા લીલાવંતી કોમ્યુનિટી હોલને ફાયર એન.ઓ.સી. માટે નોટીસ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.