- Gujarati News
- Local
- Gujarat
- Patan
- More Than 3500 Senior Citizens Of 53 Villages Of Patan And Mehsana Will Be Given Darshan Of Somnath And Dwarkadhish For Two Days By The 42 Leuva Patidar Yuva Sangathan.
પાટણ44 મિનિટ પહેલા
- કૉપી લિંક
આજના સમાજ જીવનમાં વૃધ્ધ-વડીલોની સેવા એટલે જ ભારતની સંસ્કૃતિના સાચા સંસ્કાર એ વાતને લેઉવા પાટીદાર સમાજના યુવાનોએ સાર્થક કરી બતાવ્યું છે. કહેવાય છે કે વેદ પુરાણોમાં વર્ણવ્યા મુજબ ત્રેતાયુગમાં શ્રવણે પોતાના આંધળા મા-બાપને કાવડમાં બેસાડી તીર્થ દર્શન કરાવ્યા હતા ત્યારે બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના યુવાનો દ્વારા કલયુગના શ્રવણની ભૂમિકા ભજવવામાં આવી રહી છે.
તાજેતરમાં જ ખોડલધામ ખાતે 2200જેટલા સીનીયર સીટીજનોનો તીર્થ પ્રવાસ યોજાયો હતો ત્યારે બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા પાટણ અને મહેસાણા જીલ્લાના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ ના 53 જેટલા ગામોના સમાજના સીનીયર સીટીજનો અને સમાજ ની વિધવા બહેનો માટે માટે બે દિવસીય સીનીયર સીટીજન સોમનાથ-દ્વારકા દર્શન તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર એશીયાની સૌથી મોટી આ સામૂહિક તીર્થયાત્રા બની રહેશે તેવું સમાજના યુવાન હાર્દિક પટેલ જણાવ્યું હતું.
બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન પાટણ દ્વારા આયોજીત બે દિવસીય દ્વિતીય સીનીયર સીટીઝન સોમનાથ- દ્વારકા તીર્થદર્શન યાત્રા તા.28 જુલાઈના રોજ 80 સ્વીપકોચવાળી બસો સાથે 3500 સિનિયર સીટીઝન અને 600 જેટલા સ્વયંમ સેવકો વૉકી ટોકી અને 15 થી વધુ ડોકટરની ટીમો સાથે પ્રસ્થાન પામશે.

આ તીર્થયાત્રામાં પાટણ અને મહેસાણા જીલ્લાના 53 ગામના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના 3500 થી વધુ સીનીયર સીટીજનોને તીર્થયાત્રા કરાવવામાં આવશે જેમાં માતાદીઠ રૂપિયા 200ના ટોકનની નજીવી કિંમત નકકી કરવામાં આવી છે.જેમાં સમાજ ની વિધવા બહેનો માટે ફ્રી રાખવામાં આવી છે.
આ તીર્થયાત્રા દરમ્યાન દ્વારકા ખાતે વડીલ વંદનાનો કાર્યક્રમ પણ યોજાશે.તેમાં 75 વર્ષ થી ઉપર ના સિનિયર સીટીઝન અને દાતા ઓનું ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ ના હસ્તે સન્માન કરવામાં આવશે. તેવું યુવા સંગઠનના હાર્દિક પટેલે જણાવ્યું છે. વધુમાં દિલીપ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર આ સામૂહિક તીર્થયાત્રા રુપિયા 65 લાખથી વધુના ખર્ચે યોજાવા જઇ રહી છે. જેને લીમ્કાબુકમાં સ્થાન આપવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે.