- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Dharmendra Savani, Manager Of L.P.Savani School Successfully Climbed Everest Base Camp, Eight Youths Including Six From Surat Joined The Trip.
સુરત9 કલાક પહેલા
- કૉપી લિંક
સુરત ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે વિખ્યાત સુરત શહેરના લોકો હવે એડવેન્ચરમાં પણ આગેકૂચ કરી રહ્યા છે. તાજેતરમાં અતિ કઠીન અને પડકારોથી ભરપૂર એવો એવરેસ્ટ બેઝ કેમ્પ એલ.પી.સવાણી સ્કૂલના સંચાલક ધર્મેન્દ્ર સવાણી સહિત છ સુરતીઓ જયેશભાઈ પટેલ, રાજેશ મોરડિયા, શૈલેષ સવાણી, શ્રેયાંશ શાહ, સ્મિતલ શાહ અને જ્હાનવી ગોહિલે સફળતા પૂર્વક પૂર્ણ કરી સુરત અને ગુજરાતનું ગૌવર વધાર્યું છે.

ખરાબ હવામાનનો સામનો કર્યો
ધર્મેન્દ્ર સવાણીએ પોતાની આ સાહસિક સફર વિશે જણાવ્યું હતું કે, જીવનમાં સાહસ ખેડવાનું નક્કી કર્યું હતું. ત્યારે એવરેસ્ટ બેઝ કેમ્પ વિશે જાણવા મળ્યું અને આ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કરવાના નિર્ધાર સાથે સફરની શરૂઆત કરી હતી. મારી સાથે સુરતના અન્ય પાંચ અને એક અમદાવાદ અને એક ટ્રેકર પુણેના હતા. અમે સૌ બાયરોડ કાઠમંડુથી રામાચીપ પહોંચ્યા. અહીથી ફ્લાઇટથી લુક્લા પહોંચવાનું હતું અને તેનું અંતર માત્ર પંદર મિનિટ જેટલું જ હતું. પરંતુ ખરાબ હવામાનના કારણે ફ્લાઇટને ઉડાન ભરવા કલાકો વિતી ગયા.

રોજ દસથી 12 કલાકનું ટ્રેકિંગ
વધુમાં જણાવ્યું હતું કે આખરે કલાકોના ઇન્તજાર પછી અમે ઉડાન ભરી શક્યા અને પંદર મિનિટમાં લુકલા પહોંચ્યા. અહીંથી અમારી બેઝ કેમ્પ સુધીની ટ્રેકિંગ સફર શરૂ થવાની હતી. જેમાં અનેક પડકારો સામે હશે એનો અંદાજ તો પહેલેથી જ હતો. આખરે અમે સૌએ ટ્રેકિંગની શરૂઆત કરી અને દુર્ગમ પહાડી રસ્તાઓ પર આગળ વધતા ગયા. રોજ દસથી 12 કલાકના ટ્રેકિંગમાં માંડ 10થી 12 કિમી જેટલું અંતર પૂર્ણ કરી શકતા હતા. આટલું અંતર કાપ્યા પછી રાત્રિ રોકાણ કરવું અને સવાર પડે એટલે ફરી માર્ગ પકડતા હતા.

5364 મીટર અંતર પૂર્ણ કરી એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચ્યા
નવ દિવસ અનેક પડકારો વચ્ચે અમે 5364 મીટર અંતર પૂર્ણ કરી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા અને જીવનમાં એક મોટુ સાહસ ખેડવાનું કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કર્યું. પોતાના અનુભવ વિશે ધર્મેન્દ્ર સવાણી એ જાણવું હતું કે એમ લાગતું કે દોડીને આટલું અંતર પૂર્ણ કરી લઈશું પણ થોડુક ચાલીએ એટલે શ્વાસ ફૂલી જતો, ઊંચા ઊંચા ડુંગરો ચડતા ઠંડીમાં પણ પરસેવો છૂટી જતો. એટલું જ નહીં પણ બેઝ કેમ્પથી પણ આગળ અમે કાલાપત્થરની 5550 મીટરની સફર પૂર્ણ કરી. આ સફરનો અનુભવ મારા અને મારા સાથીઓ માટે જીવનનો એક સાહસિક અને અવિસ્મરણીય અનુભવ હતો અને રહેશે.

છ મહિના પહેલા પ્રેક્ટિસ કરી
ધર્મેન્દ્ર સવાણીએ જણાવ્યું કે એવરેસ્ટ બેઝ કેમ્પની સફર પૂર્ણ કરવાનું લક્ષ્ય તો નિર્ધારિત કરી લીધું પણ તે પૂર્ણ કરવું આસાન નહતું. આ માટે અમે છ મહિના પહેલા પ્રેક્ટિસ શરૂ કરી હતી. રોજ 200 માળ પર ચઢતા અને ઉતરતા હતા. સાથે જ સફર દરમિયાન ડાયટનું પણ મહત્વ હોય છે એટલે એ મુજબનું જ ખાનપાન આરોગ્યું અને આકરી પ્રેક્ટિસના પરિણામે આ સાહસિક કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા.
