Tuesday, April 25, 2023

જૂનાગઢ જિલ્લાની બે સહકારી મંડળીમાં 5.37 કરોડની ઉચાપત, મંડળીના કર્મચારીઓ સહિત 14 સામે ફરિયાદ નોંધાઈ | 5.37 crore embezzlement in two cooperative societies of Junagadh district, complaint registered against 14 including employees of the society | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 5.37 Crore Embezzlement In Two Cooperative Societies Of Junagadh District, Complaint Registered Against 14 Including Employees Of The Society

જુનાગઢ2 કલાક પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લાની સહકારી બેંક હેઠળની માણાવદર તાલુકાન દગડ અને કોઠારિયા ગામની સહકારી મંડળીમાં ખેડૂતોને આપવાના ધિરાણની રકમની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મંડળીના 12 કર્મચારીઓ અને પૂર્વ કર્મચારીઓ સહિત 14 લોકો સામે 5 કરોડ 37 લાખની ઉચાપતની માણાવદર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો
માણાવદર તાલુકાના કોઠારીયા અને દગડ ગામની સહકારી મંડળી સાથે જોડાયેલ પ્રમુખ,સંચાલક અને સહ મંત્રી સામે રૂા 5, 78 કરોડ ની ઉચાપત બાબતે માણાવદરના પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં બેંકના કર્મચારી હાર્દિક ખેંગાર જલુ, ઘેલાભાઈ કાનાભાઈ ચાવડા, કાનાભાઈ વીરાભાઈ જલુ, જગદિશભાઈ કરશનભાઈ જલુ, નિતેશ રાજાભાઈ ચાવડા, જયુ જેન્તીભાઈ રાખશીયા અને કરશનભાઈ અરશીભાઈ પાનેરા સામે તથા કોઠારીયા સહકારી મંડળી લી.ના પ્રમુખ દિલીપભાઈ અરજણભાઈ ચાવડા, સંચાલક-મનસુખભાઈ ગોવીંદભાઈ બાલાસરા, અશોક ઘેલા સોલંકી–મંત્રી, કેતનભાઈ નાજાભાઈ મરંઢ–સહમંત્રી અને દગડ સેવા સહકારી મંડળી લી. ના પ્રમુખ દેવદાનભાઈ જેસીંગભાઈ કાનગડ અને મંત્રી–મનસુખભાઈ ગોવીંદભાઈ બાલાસરા સામે ગુનો દાખલ કરવામાં આવેલ આવ્યો છે.. અને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

કઈ રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?
આ મામલે ઈન્ચાર્જ એસપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, જે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં સાત આરોપીઓ બેંકના જૂના મેનેજર અને કર્મચારીઓ છે. જ્યારે પાંચ આરોપીઓ દગડ અને કોઠારિયા સહકારી મંડળી સાથે સંકળાયેલા છે અને અન્ય બે આરોપીઓ ખેડૂત કે કર્મચારી નથી. KCC અને GCCનું ખેડૂતોને ધિરાણ આપવાનું હોય છે. તે ધિરાણની રકમ બેંકના પૂર્વ મેનેજરે અન્ય આરોપીઓ સાથે મળીને ખેડૂતને આપવાના બદલે પોતાના મળતિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી 5 કરોડ 37 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું હતું કે, દગડ અને કોઠારીયા સહકારી બેંકના 14 કર્મચારીઓ દ્વારા પોતાના પાસવર્ડનો દૂર ઉપયોગ કરી બીજાના ખાતાઓમાં નાણા ટ્રાન્સફર કર્યા છે. જે બાબતે 14 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.અને આવનાર દિવસોમાં આરોપીઓની સંખ્યા પણ વધવાની શક્યતાઓ દર્શાવાય રહી છે.

Related Posts: