​​​​​​​ધાનેરા 54 ગામ આંજણા ચૌધરી સમાજ દ્વારા સમાજ સુધારણા માટે ઠરાવ કરાયો, લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા પર પણ પ્રતિબંધ | Dhanera 54 Village Anjana Chowdhury Society resolved for social reform, ban on DJ playing in weddings | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજની યોજાયેલી બેઠકમાં સમાજ સુધારણા માટે 20 ઠરાવો કરવામાં આવ્યા છે. જેમાં સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી રાખવા પર 51 હજાર રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કરાયો છે. સાથે લગ્નપ્રસંગ સમયે થતા ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યો છે.

ફેશનેબલ દાઢી રાખવા પર યુવાનોને 51 હજારનો દંડ
ધાનેરા 54 ગામ આંજણા ચૌધરી સમાજની ધાનેરા કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલી બેઠકમાં યુવાનોની દાઢીને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. શિકારપુર ધામના ગાદિપતિ દયારામજી મહારાજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં દાઢી રાખવી એ સંત મહાત્માનું કામ છે. યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી માટે દાઢી રાખવી જોઈએ નહીં. જે યુવાન ફેશનેબલ દાઢી રાખે તેને 51 હજાર રૂપિયાનો દંડ કરવાનો બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.

સમાજ સુધારણાના કુલ 21 ઠરાવ કરવામાં આવ્યા
ધાનેરા 54 ગામ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રાયમલભાઈ ચૌધરીની હાજરીમાં સમાજ સુધારણા માટે મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સમાજ સુધારણા માટે કુલ 20 ઠરાવો કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

  1. સમાજના પ્રથમ સમૂહ લગ્ન કરવાનું આયોજન કરવું
  2. દીકરી તથા દીકરાને પાટે સવારે બેસાડવાનું રાખવું તથા દીકરાનો જમણવાર પાટના દિવસે કરી દેવો. મામેરું પણ એ જ વખતે ભરી શકાશે.
  3. મરણપ્રસંગમાં અફીણ બંધ કરવામાં આવે છે, જે ચાલુ કરશે તેને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે.
  4. પાટ તથા ચોરીમાં ભાઈ-બહેને રૂપિયા 1100થી વધારે ન આપવા. પાટ તથા ચોરીમાં આવેલા રૂપિયા જાહેરમાં ગણવા નહીં.
  5. સારા પ્રસંગે પીઠમાં થાપા ન આપવા, ફક્ત રંગનો છંટકાવ કરવો.
  6. લગ્નપ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા અને પત્રિકા સાદી છપાવવી.
  7. મામેરું ભર્યા પછી બહેનોએ ઉભા થઈને ઝાપે ન જવું, જમાઈએ પાછા વાળવા ન જવું. મામેરું મીઠું કરવા ન જવું. મામેરું ભરાય એટલે જમાઈએ જાહેરમાં કપડા ન પહેરવા. સસરાના ઘરમાં કપડા રૂમમાં પહેરીને બહાર આવવું. મામેરામાં ઘડા ભરીને મીઠાઈ આપવાની પ્રથા બંધ કરવી.
  8. લગ્નપ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી.
  9. દીકરીને પેટી ભરવામાં 51 હજારથી વધારે ન ભરવી.
  10. ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને પિરસવા માટે અન્ય ભાડુતી માણોસ ન લાવવા.
  11. લગ્નપ્રસંગે ડી.જે.પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
  12. સન્માન સાલ,પાઘડી,વીંટી કે ભેંટથી ન કરવું.
  13. લગ્નપ્રસંગમાં મોબાઈલથી વીડિયો અને ફોટો પાડવા નહીં.
  14. ઢુંઢ પ્રસંગે જમણવાર ન કરવા તથા ઢુંઢ(પતાસા) બંધ કરવા.
  15. મરણપ્રસંગે વરાડ 10 રૂપિયા જ લેવા, તેમજ પાછળથી પણ 10 રૂપિયા જ લેવા.
  16. મરણ પ્રસંગે બહેનોએ રૂપિયા લેવા કે દેવા નહીં.
  17. મરણ પ્રસંગમાં બારમા દિવસે રાવણું કરી પછી કોઈએ જવું નહીં.
  18. મરણ પ્રસંગ પછી મરણ પામેલા વ્યકિતના સગાને ત્યાં ભેગા થવા જવું નહી .
  19. મરણ પ્રસંગમાં દીવો બાળવા માટે સગા વહાલાને બોલાવવો નહી.
  20. મરણ પ્રસંગમાં પાછળથી રાખવામાં આવતું રાવણું(હાંકો) બંધ કરવા

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post