વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સુધી પહોંચ્યો રેલો, ડમીકાંડમાં નામ ન ખોલવાની શરતે 55 લાખ લીધાનો આક્ષેપ | Rail reached out to student leader Yuvrajsinh Jadeja, alleged that he took 55 lakhs on the condition of not revealing the name in the dummy scandal. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Rail Reached Out To Student Leader Yuvrajsinh Jadeja, Alleged That He Took 55 Lakhs On The Condition Of Not Revealing The Name In The Dummy Scandal.

ગાંધીનગર30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત બોર્ડ અને ગુજરાત સરકારના વિવિધ સરકારી વિભાગોમાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. જે આ મામલે ભાવનગર પોલીસે 36 લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આજે ચારને ઝડપી પાડ્યા છે. હવે આ મામલે યુવરાજસિંહ જાડેજા સુધી પહોંચ્યો રેલો. યુવરાજસિંહે નામ ના ખોલવાની શરતે 55 લાખ રુપિયા લીધા હોવાનો લેવાનો આરોપ યુવરાજસિંહના જૂના સાથી બિપિન ત્રિવેદીનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થયો છે. જોકે, યુવરાજસિંહે વીડિયો વાયરલ કરીને આ તમામ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા છે.

યુવરાજસિંહના જૂના મિત્રએ આરોપ લગાવ્યો
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા નામ નહીં લેવાની શરતે રૂપિયાની માંગણી કરાઈ હોવાનો મોટો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે. યુવરાજસિંહના જૂના સાથી બિપિન ત્રિવેદી દ્વારા આ ગંભીર આક્ષેપ કરવામા આવ્યો છે. બિપિન ત્રિવેદીએ એક વીડિયો વાયરલ કર્યો છે. જેમા તે યુવરાજસિહ પર ખંડણીનો આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે અને યુવરાજસિંહે ડમી વિદ્યાર્થી કાંડમાં ખુલાસો ના કરવાની શરતે મોટી રકમ લીધી હોવાનો આરોપ લગાવામા આવ્યો છે.

ડાબેથી આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદી અને યુવરજાસિંહ જાડેજા.

ડાબેથી આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદી અને યુવરજાસિંહ જાડેજા.

શું છે સમગ્ર મામલો?
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા 5 એપ્રિલના એક પ્રેસ કોન્ફરન્સ કરી બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવરાજસિંહ ચાર નામો પણ જાહેર કરવામાં આવ્યા હતા અને સાથે પોતાના દ્વારા આ નામોનું ક્રોસ વેરિફિકેશન કરાયું હોવાનો પણ દાવો કરાયો હતો. સાથે કહ્યું હતું કે, જો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો વધુ નામો બહાર આવી શકે છે. ડમી તરીકે પરીક્ષા આપવા બદલ 8થી 12 લાખ રૂપિયા લેવાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. શુક્રવારે આ મામલે ભાવનગર એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ બી.એચ.શીંગરખીયાએ 36 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે ચારને ઝડપી પાડ્યા છે.

શું કહે છે ભાવનગરના એસ.પી.
આ અંગે ભાવનગર એસ.પી. ડો.રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે 14 એપ્રિલના રોજ એલસીબી દ્વારા ગુપ્ત તપાસ થઈ રહી હતી. તે સંદર્ભમાં ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે 36 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે હાલ ચાર આરોપીની ધરપડ કરવામાં આવી છે. વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે ઝડપેલા ચાર આરોપીઓ.

પોલીસે ઝડપેલા ચાર આરોપીઓ.

ઝડપાયેલા ચાર શખ્સોના નામ

  • શરદ ભાનુશંકરપનોત (ઉં.વ.34 રહે.દિહોર,તળાજા)
  • પ્રકાશ ઉર્ફે પી.કે. કરસનભાઈ દવે (ઉ.વ.35 રહે.પીપરલા તળાજા)
  • બળદેવ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.29 રહે.ગામ દિહોર તળાજા)
  • પ્રદીપ નંદલાલભાઈ બારૈયા (ઉ.વ.33 રહે. દેવગણા સિહોર)

આ લોકો સામે નોંધવામાં આવ્યો ગુનો

  • (1) શરદર ભાનુશંકર પનોત (રહે.દિહોર, તળાજા)
  • (2) પ્રકાશ ઉર્ફે પી.કે કરસનભાઈ દવે (રહે. પીપીરલા તળાજા)
  • (3) બળદેવ રમેશભાઈ રાઠોડ (રહે.દિહોર તળાજા)
  • (4) મિલન ઘુઘાભાઈ બારૈયા (રહે.તળાજા)
  • (5) પ્રદીપ નંદલાલભાઈ બારૈયા (રહે.સિહોર)
  • (6) શરદના કહેવાથી ફિઝિક્સની પરીક્ષા આપનાર
  • (7) મિલન ઘુઘાભાઈ આપેલ ડમી વિદ્યાર્થી (રહે.ભાવનગર)
  • (8) કવિત એન.રાવ (રહે. ભાવનગર)
  • (9) ભાવેશ રમેશભાઈ જેઠવા (રહે.પીપરલા તળાજા)
  • (10) રાજપરા દિહોર તળાજાના કોઈ વિદ્યાર્થીના
  • (11) જી.એન દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલ ધારી જિ.અમરેલી
  • (12) રાજ ગીગાભાઈ ભાલીયા (રહે.ભાવનગર)
  • (13) હિતેશ બાબુભાઈ (રહે. ભાવનગર)
  • (14) હિતેશ બાબુભાઈનો ડમી રાહુલ (રહે.બોટાદ સીટી)
  • (15) પાર્થ ઈશ્વરભાઈ જાની (રહે.હિમાલયા પાર્ક-1 ટોપ થ્રી સામે અધેવાડા)
  • (16) પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર (હે.ભાવનગર)
  • (17) રમણીક મથુરામભાઈ જાની (રહે.સિહોર ભાવનગર)
  • (18) ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે (રહે.દિહોર તળાજા)
  • (19) મહેશ લાભશંકરભાઈ લાઘવા (રહે. કરમદીયા મહુવા)
  • (20) અંકિત લકુમ (રહે.ભાવનગર)
  • (21) વિમલ બટુકભાઈ જાની (રહે. દિહોર તળાજા)
  • (22) કૌશિક મહાશંકર જાની (રહે. ભાવનગર)
  • (23) જયદીપ બાબુભાઈ ભેડા (રહે.ભાવનગર)
  • (24) ભગીરથ અમૃતભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
  • (25) ભગીરથ અમૃતભાઈ પંડ્યાનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર)
  • (26) નિલેશ ઘનશ્યામભાઈ જાની (રહે.ભાવનગર)
  • (27) નિલેશ ઘનશ્યામભાઈ જાનીનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર)
  • (28) જયદીપ ભદ્રેશભાઈ ધાંધલીયા (રહે.ભાવનગર)
  • (29) અક્ષર રમેશભાઈ બારૈયા (રહે. બારસો મહાદેવની વાડી કાળનાળા ભાવનગર)
  • (30) સંજય હરજીભાઈ પંડ્યા (રહે.ગાંધીનગર)
  • (31) દિનેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
  • (32) ભદ્રેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
  • (33) અભિષેક પંડ્યા (રહે.ટીમાણા તળાજા)
  • (34) કલ્પેશ પંડ્યા (રહે.તળાજા)
  • (35) ચંદુ પંડ્યા (રહે.ભાવનગર)
  • (36) હિતેન હરિભાઈ બારૈયા (રહે.ભાવનગર)

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post