ગાંધીનગરના રાયસણમાં બિઝનેસ પાર્ક આગળ આઈપીએલ મેચ પર સટ્ટો રમતાં યુવકની 57 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ | A youth was arrested for betting on IPL matches in front of the business park in Raisan, Gandhinagar, along with Rs 57,000. | Times Of Ahmedabad

ગાંધીનગર11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના રાયસણમાં આવેલા બિઝનેસ પાર્ક આગળ હૈદરાબાદ – કોલકત્તાની આઇપીએલ મેચ પર લાઈવ સટ્ટો રમતાં સેકટર – 4 નાં યુવકને ઈન્ફોસિટી પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે 12 હજાર રોકડા તેમજ બે મોબાઈલ મળી કુલ 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આઈપીએલ મેચનો લાઈવ સટ્ટો રમી રહ્યો હતો
ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસની ટીમ ભાઈજીપુરા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુસિંહને બાતમી મળી હતી કે, રાયસણ સ્થિત બિઝનેસ પાર્કની આગળ એક ઈસમ મોબાઇલ થકી હૈદરાબાદ – કોલકત્તાની આઈપીએલ મેચનો લાઈવ સટ્ટો રમી રહ્યો છે. જે અન્વયે પોલીસ ટીમ બાતમી વાળી જગ્યાએ પહોંચી ગઈ હતી.

પોલીસ તપાસમાં આરોપીએ સટ્ટો રમતો હોવાની કબૂલાત કરી​​​​​​​
બાદમાં એક ઈસમને મોબાઈલમાં સટ્ટો રમતાં આબાદ રીતે દબોચી લેવામાં આવ્યો હતો. જેની પૂછતાંછમાં તેનું નામ હાર્દિક પંકજભાઇ પટેલ(રહે. સેકટર 4/એ પ્લોટ નં- 224/1) હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે તેનો મોબાઈલ ચેક કરતાં ક્રિકેટ સટ્ટાની લિન્ક ચાલુ હતી, અને એક વેબસાઈટમાં હૈદરાબાદ-કલક્તા મેચનું સટ્ટા મેનુ ચાલી રહ્યું હતું. આથી પોલીસે મોબાઈલની વધુ ચકાસણી કરતા સટ્ટાની લિંક સાથે યુઝર આઈડી લોગીન કરેલું હતું. તેમજ મેચના લાઈવ પ્રસારણ-ભાવનું લિસ્ટ જોવા મળ્યું હતું. જે અંગે પોલીસે કડકાઈથી પૂછતાં હાર્દિકે આઈપીએલ મેચનો લાઈવ સટ્ટો રમતો હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે અંગ ઝડતી લઈ 12 હજાર રોકડા તેમજ બે મોબાઈલ જપ્ત કરી હાર્દિકની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم