વલસાડના કુંડી હાઈવે પરથી એક ટ્રકમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો, પોલીેસ 5808 બોટલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા | Liquor stashed in a truck from Valsad's Kundi highway, police nabs 2 persons with 5808 bottles | Times Of Ahmedabad

વલસાડ2 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ તાલુકાના કુંડી હાઇવે ઉપર સુરત તરફ જતી એક ટ્રકને અટકાવી ટ્રકમાં ચેક કરતા ડ્રાયવર કેબિન પાછળ બનાવેલા ચોરખાનમાંથી મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ટ્રક ચાલક સુતર તરફ લઈ જવાતો 5,808 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક અને ક્લીનરની LCBની ટીમે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ LCBની ટીમ ડુંગરી પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન મળેલી બાતમીના આધારે એક ટ્રક નંબર MH 18 BG 6925ની ડ્રાયવર કેબિન પાછળના ભાગે બનાવેલા ચોર ખાનામાં ગેરકાયદેસર પ્રોહીબિશનનો જથ્થો ભરી ટ્રક ચાલક તથા અન્ય 1 ઇસમ તલાશરી મહારાષ્ટ્ર તરફથી નીકળી વલસાડ હાઇવે થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે LCBની ટીમ કુંડી હાઇવે મહાદેવ હોટેલ નજીક બાતમી વાળા ટ્રકની વોચ ગોઠવી ઉભી હતી, જે દરમિયાન બાદમી વાળો ટ્રક આવતા ટ્રકને અટકાવી ચેક કરતા બોડીના આગળ કેબિનને લાગીને લોખંડના પતરા વડે પાર્ટીશન કરી, બનાવેલા ચોર ખાનામાંથી 155 વિસ્કીના બોક્સમાંથી કુલ 5,808 બોટલ પ્રોહીબિશનનો જથ્થો LCBની ટીમે ઝડપી પાડ્યો હતો.

પોલીસે પ્રોહીબિશનના જથ્થા સાથે ટ્રક ચાલક જબ્બાર શાહ બંડું શાહ ફકીર અને અન્ય ઈસમ મહેન્દ્ર સુભાષ કરોડપતિની અટકાયત કરી પૂછપરછ કરતા, આ પ્રોહિબીશનનો જથ્થો ભરેલો ટ્રક વાપીના સચિન ગોવિંદ રાવ ઠાકરે નો માણસ ભરત પાલ મહારાષ્ટ્રના તલાશરી નજીક હાઇવે ઉપર, માનસી હોટલ પાસે આવેલા સર્વિસ રોડ ઉપર ટ્રક જબ્બાર શાહ બંડું શાહ ફકીરને આપી ગયો હતો. અને સુરતના પલસાણા ચોકડી આગળ હાઇવે ઉપર આવેલી સહયોગ હોટલ પાસે પાર્ક કરવા જણાવ્યું હતું. LCBની ટીમે 6.6 લાખનો દારૂનો જથ્થો, 10 લાખનો ટ્રક તથા એક મોબાઇલ મળી કુલ 16.16 લાખનો મુદ્દામાલ કબજે લઈ, દારૂ ભરાવનાર વાપીના સચિન ગોવિંદ રાવ ઠાકરે અને તેનો માણસ ભરત પાલને વોન્ટેડ જાહેર કરી, ડુંગરી પોલીસ મથકે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم