શહેરમાં એક જ દિવસમાં 6 હજારથી વધુ મિલકતોને સીલ, ટેક્સ વિભાગને રૂ. 20 કરોડની આવક થઈ | As many as 6016 properties were sealed in the city in a single day, the tax department was charged Rs. 20 crores in revenue | Times Of Ahmedabad

અમદાવાદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સધારકો દ્વારા વર્ષોથી ટેક્સ ન ભરતાં કરોડોની બાકી રકમ વસુલવા માટે ટેક્સ વિભાગ દ્વારા મેગા સિલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે શુક્રવારે મેગા સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજે એક જ દિવસમાં કોર્પોરેશન દ્વારા 6,016 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રૂપિયા 20 કરોડની આવક થઈ છે. મેગા સિલિંગ ઝુંબેશ અંતર્ગત સૌથી વધારે પૂર્વ ઝોનમાં 2,226 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ મેગા સિલિંગ ઝુંબેશ યથાવત રહેશે, તેમ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું.

AMCને એક દિવસમાં 20 કરોડની આવક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં 100 વ્યાજ માફીની સ્કિમ અમલમાં મૂકાઈ હતી. બાદ એડવાન્સ રિબેટની સ્કીમ પણ મુકાઈ છે. ઉપરાંત વર્ષોથી લોકોને માફીની રાહત આપવા છતાં કેટલાક ટેક્સધારકો પોતે ટેક્સ ન ભરતાં કોર્પોરેશન દ્વારા મેગા સિલિંગ ઝુંબેશ સહિત રોજ કડક સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મિલકતો સીલ કરવામાં આવે છે. શુક્રવારે મેગા ટ્રીગર સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત સૌથી વધુ પૂર્વ ઝોનમાં 2,226, મધ્ય ઝોનમાં 681, પશ્ચિમ ઝોનમાં 772, દક્ષિણ ઝોનમાં 828, ઉત્તર ઝોનમાં 221, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 507 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 781 એમ કુલ 6,016 મિલકતો સીલ કરી છે.

Previous Post Next Post