સુરેન્દ્રનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ફરી કોરોના કેસમાં ઉછાળો, એક જ દિવસમાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં 86માંથી 67 દર્દીઓ સાજા થતા 19 એક્ટીવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.19 એપ્રલિને બુધવારે 459 આરટીપીસીઆર ટેસ્ટ અને 187 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 646 કોરોના ટેસ્ટ કરવામા આવ્યા હતા.
આજે ચોટીલા શહેરમાં 3, લખતર ગ્રામ્યમાં 1 અને સાયલા ગ્રામ્યમાં 2 કેસો મળી જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના છ કેસ નોંધાયા હતા. આ દિવસે 3 દર્દીઓ સાજા થતા જિલ્લામાં કુલ 86 કેસોની સામે 67 લોકો કોરોનામુક્ત બનતા 19 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં ચોટીલા-4, લખતર 1, લીંબડી-1, મૂળી-2, સાયલા-5, થાનગઢ-1 અને વઢવાણ પંથકમાં 5 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 3 કેસ શહેરી વિસ્તારમાં અને 3 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવાની સાથે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.