Wednesday, April 19, 2023

આજે વધુ 6 દર્દી થયા સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા 46; 1 દર્દી હોસ્પિટલાઇઝ અને 45 દર્દી હોમ આઇસોલેટ | 6 more patients infected today, number of active cases 46; 1 patient hospitalized and 45 patients home isolated | Times Of Ahmedabad

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં આજે કોરોનાના વધુ 6 દર્દી પોઝિટિવ નોંધાયા છે જેની સામે આજે 11 દર્દીએ કોરોનાને માત આપતા ડિસચાર્જ કરવામાં આવ્યા હતા. જયારે એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 45 દર્દી હોમ આઇસોલેટ સાથે ઘરે સારવાર લઇ રહ્યા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 46 પર પહોંચી છે જે તમામની તબિયત સ્ટેબલ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

શહેરમાં વધુ 6 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ
રાજકોટ શહેરમાં આજે વધુ 6 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 23 વર્ષની યુવતીથી લઇ 63 વર્ષના વૃધ્ધા સહિત 6 દર્દીનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલ 6 કેસ પૈકી 4 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલ 6 દર્દીઓમાથી એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 6 પૈકી 4 દર્દીએ વેક્સિનના 3 ડોઝ અને 2 દર્દીએ વેક્સિનના 2 ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે.

કોરોના પોઝિટિવ કેસનો આંક 464 પહોંચ્યો
ઉલ્લેખનીય છે રાજકોટ શહેરમાં માર્ચ મહિનાથી આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 464 પહોંચી ચુક્યો છે જેમાં 418 ડીસચાર્જ થયા છે. આજે એક્ટિવ 46 કેસ પૈકી 45 દર્દી હોમઆઇસોલેટ છે અને એક દર્દી હોસ્પિટલાઇઝ છે જે તમામ દર્દીની તબિયત સ્ટેબલ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…