Monday, April 17, 2023

આજે વધુ 6 દર્દી થયા સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા 53, તમામ દર્દી હોમ આઇસોલેટ | 6 more patients infected today, number of active cases 53, all patients home isolated | Times Of Ahmedabad

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં આજે વધુ 6 દર્દી પોઝિટિવ નોંધાયા છે જેની સામે આજે એક પણ દર્દીએ કોરોનને માત ન આપતા રિપોર્ટ ડિસચાર્જ કરવામાં આવ્યા નથી. જો કે બીજી મહત્વની વાત એ છે કે એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી તમામ દર્દી હોમ આઇસોલેટ સાથે ઘરે સારવાર લઇ રહ્યા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 53 છે જે તમામ દર્દી હોમ આઇસોલેટ છે.

વધુ 6 દર્દીઓ કોરોના પોઝિટીવ
રાજકોટ શહેરમાં આજે વધુ 6 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 26 વર્ષની યુવતીથી લઇ 84 વર્ષના વૃધ્ધ સહિત 6 દર્દીનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલ 6 કેસ પૈકી 4 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલ 6 દર્દીઓમાથી એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 6 પૈકી 5 દર્દીએ વેક્સિનના 3 ડોઝ અને 1 દર્દીએ વેક્સિનના 2 ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે.

પોઝિટિવ કેસનો આંક 451
ઉલ્લેખનીય છે રાજકોટ શહેરમાં માર્ચ મહિનાથી આજ દિન સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 451 પહોંચી ચુક્યો છે જેમાં 398 ડીસચાર્જ થયા છે. આજે એક્ટિવ 53 કેસ પૈકી એક પણ દર્દી હોસ્પિટલાઇઝ નથી તમામ દર્દી હોમઆઇસોલેટ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: