વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં RTPCR ટેસ્ટિંગ કેન્દ્રો ઉપર કુલ 483 RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી કોરોના સંક્રમિત 6 દર્દીઓ જાહેર થયા હતા. જેમાં વલસાડ તાલુકામાં 4 અને ઉમરગામ તાલુકામાં 2 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. વલસાડ શહેરની ખાનગી હોસ્પિટલમાં ધરમપુરના એક કોરોના સંક્રમિત દર્દી જે કોરોના સાથે ડાયાબીટીસ અને હાઇપર ટેન્શનન સહિત અન્ય બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમનું આજરોજ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
વલસાડ જિલ્લામાં વધી રહેલા સંક્રમણને અટકાવવા રાજ્ય આરોગ્ય વિભગની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા લોકોને સમયસર નજીકના RTPCR ટેસ્ટ સેન્ટર ઉપર ટેસ્ટિંગ કરાવવા સૂચના આપવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં 483 લોકોએ RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. જે વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આવેલી લેબમાં ટેસ્ટ કરાવવા આવતા વલસાડ તાલુકામાંથી 4 અને ઊમરગામ તાલુકામાંથી 2 મળી કુલ 6 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. સંક્રમિત દર્દીઓ પૈકી તમામ દર્દીઓ જિલ્લા આરોગ્ય વિભગની સૂચના મુજબ હોમ કોરેન્ટાઇનમાં સારવાર લેવાનું પસંદ કર્યું હતું.
સંક્રમિત જાહેર થયા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને હાઈ રિસ્ક કોન્ટેક હિસ્ટ્રી મેળવી વિસ્તારમાં જાગૃતિ અભિયાન શરૂ કરીને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 7 દિવસ પહેલા સંક્રમિત જાહેર થયેલા દર્દીઓ પૈકી 6 દર્દીઓએ કોરોનાને માત આપી છે. વલસાડની ખાનગી હોસ્પિટલમાં ડાયાબીટીસ અને હાઇપર ટેનશન સહિતની બીમારી સાથે 13 એપ્રિલે દાખલ થયેલા દર્દીનો RTPCR ટેસ્ટ કરતા 14 એપ્રિલે સંક્રમિત જાહેર થયા હતા. કોરોના સાથે અન્ય બીમારીઓની સારવાર દરમ્યાન દર્દીનું આજ રોજ મોત થયું હતું. જેની સાથે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 73 ઉપર પહોંચ્યો છે.
0 comments:
Post a Comment