ઉમરેઠના સુંદલપુરામાંથી 6 વ્યકિત ઝડપાયા,અમેરિકન નાગરિકોને ફસાવી ઓનલાઈન નાણા પડાવવાનું કામ કરતા હતા | 6 persons were arrested from Sundalpura of Umreth, they were working to extort money online by trapping American citizens. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 6 Persons Were Arrested From Sundalpura Of Umreth, They Were Working To Extort Money Online By Trapping American Citizens.

આણંદ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઉમરેઠના સુંદલપુરા ગામે ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડ્યો હતો. જેમાં ચાર બંગાળી એક યુવતી સહિત છ શખસ પકડાયાં હતાં. આ ગેંગ અમેરિકન નાગરીકોને ફોન કરી તેમના કાર્ડની વિગત અને ઓટીપી મેળવી નાણા પડાવી લેતાં હતાં. આ અંગે વધુ તપાસ અર્થે પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે, ઉમરેઠના સુંદલપુરા ગામે રહેતા ઘનશ્યામ પટેલની સુંદલપુરા ગામની શિરોવાળી નાળ સીમ વિસ્તારમાં આવેલા ગોડાઉનના ઉપરના માળે આવેલી ઓરડીના મકાનમાં અરબાજ ઉર્ફે ગબુ યુનુસ વ્હોરા (રહે.અલ સીફાત સોસાયટી, આણંદ) તેમજ વસીમ ઉસ્માનગની વ્હોરા (રહે. અમનપાર્ક સોસાયટી, આણંદ) ભેગા મળી લેપટોપ, મોબાઇલ તેમજ પીઓએસ મશીનથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. આ કોલ સેન્ટર ચલાવી યુએસ નાગરિકોના પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.બી.ડાભી સહિતની ટીમ ગુરૂવારની મોડી રાત્રે દરોડો પાડવા સ્થળ પર પહોંચી હતી.

આ દરમ્યાન આણંદ એસઓજીની ટીમે દુર વાહનો થોભાવી ગેટ સુધી પહોંચ્યાં હતાં. જ્યાં ગેટ ખોલી અંદર જતા ગોડાઉનના ઉપરના ભાગે આવેલી ઓરડીના મકાનમાંથી રાત્રિનો સમય હોવા છતાં અમુક માણસોના બોલવાનો અવાજ આવતો હતો. જેથી ઉપરના ભાગે જતાં દરવાજો બંધ હતો. જેથી નોક કરી દરવાજો ખખડાવી ખોલવા જણાવતાં અંદરના એક ઇસમે દરવાજો ખોલ્યો હતો. જેના પગલે એસઓજીની ટીમ અંદર ઘુસી હતી. અંદર જોયું તો મકાન એક રૂમનું આવેલું હતું. જે રૂમની અંદર એક પલંગ ઉપર બે લેપટોપ ગોઠવેલાં હતાં. જે તમામ લેપટોપ ચાલુ હાલતમાં હતાં. જે પૈકી એક લેપટોપ ઉપર એક શખસ બેઠો હતો. જે પોતાના મોબાઇલ પર ચાલુ હાલતમાં હતાં. આ તમામ શખસોએ જે તે સ્થિતિમાં બેસી રહેવા જણાવ્યું હતું. આ રૂમમાં ટેબલ પર બીજા ચાર માણસો બેઠેલાં હતાં. તેઓના તમામના મોબાઇલ પર ચાલુ હાલતમાં હતાં. જેઓને પણ જે તે સ્થિતિમાં બેસી રહેવા જણાવ્યું હતું. આ શખસો પૈકી અરબાજ ઉર્ફે ગબુ વ્હોરા (રહે. આણંદ) અને વસીમ ઉસ્માનગની વ્હોરા (રહે.અમનપાર્ક સોસાયટી આણંદ)ની પુછપરછ કરતાં અરબાજે જણાવ્યું હતું કે, ગોડાઉનના ઉપરના માળે આવેલી ઓરડીનું મકાન આશરે પંદરેક દિવસથી ભાડેથી રાખ્યું છે અને આ કોલ સેન્ટરમાં વિવિધ સોફ્ટવેર, એપ્લીકેશનની મદદથી અમેરિકન નાગરીકોને છેતરવાનું મસમોટું કૌભાંડ ચલાવતાં હતાં.

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ફિશીંગ મેસેજ લેપટોપમાં પડેલા ઇમેઇલના ડેટામાં સ્પેમથી મેળવ્યાં હતાં. જેમાં અમેરિકન માણસોનું નામ, સરનામું, ઇ-મેઇલ, મોબાઇલ નંબર, ઝીપ કોડ, સ્ટેટ, શહેર, બેંક તેમજ કાર્ડ ટાઇપ જેમ કે વિઝા કાર્ડ, ડેબીટ કાર્ડ, ક્રેડિટ કાર્ડની વિગતો, પોર્ટશીપ તેમજ જોઇપર એપથી ફોન કરતા યુએસના નંબર ડીસ પ્લે થતા હોય તેનાથી અમેરિકન નાગરિકોને પોતાની પાસેના લેપટોપમાં રહેલા સ્ક્રીપ્ટ ફાઇલથી પોતે પોતાની ખોટી ઓળખ જણાવી પોતે અમેરિકન બેંકથી બોલતા હોવાનું કહી અમેરિકન નાગરિકોને ફ્લાઇટ ટીકીટ બુકીંગ થયેલી છે અને પૈસા (ડેબીટ) કપાવાના છે. તેમ કહી ટીકીટ કેન્સલ કરાવવા માટે સમજાવી પોતાના નોબડી નામના માણસ તે ગ્રાહકને ઓનલાઇન સ્કેમા લીંક મોકલી આપતા તે લીંક અમેરિકન નાગરિકોને પોતાની સાથેના કોલ સેન્ટરના માણસો ખોલવાનું કહેતા અમેરિકન નાગરિક લીંક ખોલતા તેમાં અમેરિકન નાગરિકના નામ, નંબર, ઇ-મેઇલ, કાર્ડની વિગતો ભરી વેરીફાઇ કરતા ઓટીપી પોતાની પાસે આવતા પોતે તે કાર્ડ ટેપ કરી અમેરિકન નાગરિકોના પૈસા પડાવી લેતો તેમજ નો બડી નામનો માણસ આ અમેરિકન નાગરિકોને તેઓના પૈસા નેટફ્લીક્સ, જેલ્લે એપમાં કપાઇ ગયેલા છે, જે તમામ એકાઉન્ટમાં થોડો સમય બાદ દેખાશે. જો તમે ઓર્ડર કેન્સલ કરવો હોય તો મેલમાં સ્કાઇપ એપનો નંબર હોય જેમાં કોલ કરવાનું જણાવતાં. આ સ્કાઇપ નંબર પર અમેરિકન નાગરિક ફોન કરતા પોતાના કોલ સેન્ટરના માણસો અમેરિકન નાગરિકોને પોતાનું ખોટું નામ, સરનામું જણાવી નેટફ્લીક્સ, જેલ્લે એપ કંપનીમાંથી બોલતા હોવાનું તેમજ મદદ કરવાનું કહીને રિફન્ડ માટે અમેરિકન નાગરિકનું કાર્ડ નંબર માંગી અમેરિકન નાગરિકના મોબાઇલ નંબર પર ઓટીપી મોકલી આપી તે ઓટીપી કોલ સેન્ટરના માણસો માંગી ટેપ કરી પૈસા મેળવી લેતા હતાં. આ શખસો અમેરિકાના બેંકના કર્મચારી તેમજ અમેરિકન નેટફ્લીક્સ, જેલ્લે એપ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી અમેરિકન નાગરિકોને છેતરી તેઓ પાસેથી ઓનલાઇન નાણા પડાવવાનું કામ કરતાં હોવાનું મસમોટું કૌભાંડ ખુલ્યું હતું.

આ દરોડામાં સ્થળ પર અરબાજ ઉર્ફે ગબુ યુનુસ વ્હોરા (રહે. અલસીફાત સોસાયટી, આણંદ), વસીમ ઉસ્માનગની વ્હોરા (રહે.અમનપાર્ક સોસાયટી, આણંદ), ફરદીનખાન ઉર્ફે અદ્દુ શાબીરખાન શેખ (રહે.કલકત્તા), અયાનઅલી અફશરઅલી (રહે.પાક સર્કસ, કલકત્તા), મોહંમદ અરકમ મોહંમદગુલામ કુદ્દુસ અન્સારી (રહે.કોલકત્તા), સાયમ રીયાઝ રીયાઝ અહેમદ (રહે.કલકત્તા) મળી આવ્યાં હતાં. આ ઉપરાંત નો બડી નામનો માણસ પણ સંડોવાયેલો હતો. આ સાતેય શખસ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم