- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Minister Bavlia’s Announcement, 6 Acres Rs. An Indoor outdoor Stadium Will Be Built At A Cost Of 6.78 Crores, Khatmuhurta Soon
એક કલાક પહેલા
- કૉપી લિંક

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા
રાજકોટ જિલ્લાના જસદણ પંથકના અનેક રમતવીરો ભૂતકાળમાં દેશ-વિદેશમાં વિવિધ રમતોમાં ભાગ લઈને ડંકો વગાડી ચુક્યા છે. જોકે દાયકાઓથી જસદણ ખાતે રમતગમતનું કોઈપણ મેદાન ન હોવાથી શહેર અને પંથકના રમતવીરો તેમજ વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે જસદણમાં કમળાપુર રોડ પર આવેલ જીલેશ્વરપાર્ક સામે અને મોડેલ સ્કૂલની બાજુમાં સર્વે નંબર 272 પૈકીની 6 એકર જમીનમાં અંદાજે રૂ.6,78 કરોડના ખર્ચે ટૂંક સમયમાં અદ્યતન ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમનું નિર્માણ કરવામાં આવનાર છે. ગુજરાતનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનાં જણાવ્યા મુજબ, આ સ્ટેડિયમની ટેન્ડર પ્રક્રિયા તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. અને મંજુર થયેલ ટેન્ડરનો વર્ક ઓર્ડર પણ અપાઈ ચુક્યો હોય ચાલુ મહિનાના અંતમાં જ ખાતમુહુર્ત કરવામાં આવશે.
જસદણમાં એકપણ સ્ટેડીયમ નથી
કેબિનેટ મંત્રી બાવળીયાનાં જણાવ્યા મુજબ, જસદણના કમળાપુર રોડ પર ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમ બનાવવામાં આવનાર છે. પોતાના દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બાદ જસદણમાં મેદાન માટે સરકારે જમીન ફાળવી હતી. એ જગ્યા પર હવે આગામી દિવસોમાં તેમના જ પ્રયત્નો થકી 6 એકર જમીનમાં રૂપિયા 6.78 કરોડના ખર્ચે ભવ્ય ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમ નિર્માણ થવા જઇ રહયુ છે. જેને લઈ જસદણ વિછીયાના વિવિધ રમતોના ખેલાડીમાં આનંદ છવાયો છે. જસદણમાં દાયકાઓથી રમતગમત માટે એકપણ પોતીકું કહી શકાય એવું રમતવીરો માટેનું મેદાન ન હતું. જે ખોટને હવે પૂરી થવામાં ગણતરીના જ દીવસો બાકી છે. અને જસદણના ઈતિહાસમાં પ્રથમવાર અદ્યતન ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમનું નિર્માણ થતા શહેર અને આસપાસના રમતવીરો ઉપરાંત વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળશે.

સ્ટેડીયમની ડિઝાઇન
પ્રજાજનોમાં ભારે ઉત્સાહનો માહોલ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જસદણ પંથકનાં રમત વીરોની સુવિધા માટે કમળાપુર રોડ પર જીલેશ્વરપાર્કની સામે રૂા.6,78 કરોડના ખર્ચે અધ્યતન સુવિધાથી સજ્જ ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમ બનશે. જેની ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થવાની સાથે તેનો પ્લાન પણ તૈયાર થઈ ચૂક્યો છે. આ ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમ બે તબક્કામાં બનાવવામાં આવશે. જેની માહિતી પણ તંત્ર દ્વારા તૈયાર કરી લેવામાં આવી છે. અદ્યતન સ્ટેડિયમની કામગીરી ચાલુ મહિનાના અંતમાં શરૂ કરવામાં આવનાર હોવાથી જસદણ વિછીયા શહેર અને તાલુકાના રમતવીરો તેમજ પ્રજાજનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.