દાંતા માર્કેટયાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ ન મળતાં પરત ફર્યા, 6 દિવસથી બજાર ખુલવાની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હતાશા છવાઈ | Farmers return to Danta marketyard not getting enough price, farmers who have been waiting for market opening for 6 days are frustrated | Times Of Ahmedabad

અંબાજીએક કલાક પહેલા

  • કૉપી લિંક

આજ રોજ 7 દિવસ બાદ દાંતા તાલુકાનું માર્કેટયાર્ડ ખુલ્યું હતું. જેમાં તાલુકામાંથી ખેડૂતો પોતાના પાકવેલા ધાનની હરાજી માટે આવ્યા હતા. તો કેટલાય ખેડૂતોને પૂરતા ભાવ ના મળતાં તેઓ હતાશ થઈ પોતાનું ધાન લઇ ઘરે પરત ફર્યા હતા.

7 દિવસથી આ દાંતા માર્કેટયાર્ડ બંધ હતું અને આજરોજ આ યાર્ડ ખૂલતાં તાલુકાભરમાંથી ખેડૂતો પોતાના પકવેલા અનાજને અહીં વેચવા આવ્યા હતા. જ્યારે પોતાના અનાજની હરાજી કરાવી હતી, પરંતુ વરસાદ થયાં હોવાને લીધે અને માવઠાંને લીધે ઘઉંની ક્વોલિટીમાં થોડો અસર આવતાં માર્કેટયાર્ડમાં ભાવ નીચો જોવા મળ્યો હતો. માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ 444 રૂપિયાથી લઈને 600 સુધી જ આપવામાં આવી રહ્યો હતો. જેને લઇ કેટલાક ખેડૂતો પોતાનું અનાજ પરત ઘરે લઇ ગયા હતા.

વરસાદ અને માવઠાંઓની અસરને લઇને આજ બપોર સુધી યાર્ડમાં 70 થી 80 બોરી ઘઉંની જ આવક થઈ હતી જે ખુબ જ ઓછી છે. આમ સરેરાશ જોઈએ તો દાંતા માર્કેટયાર્ડમાં 500થી વધુ બોરી ઘઉંની અવાક થતી હોય છે. ત્યારે આજે અરેંડો માત્ર 6 બોરી અને વરિયાળી 5 બોરીની આવક માર્કેટયાર્ડને થઈ હતી. જે નહીંવત બરાબર છે તો કહી શકાય કે કમોસમી વરસાદના કારણે અનાજની પેદાશ પર પણ ખુબ માઠી અસર પડી છે. જેને લઇ માર્કેટયાર્ડની આવક પણ ઘટી રહી છે અને ભાવ પણ નીચા જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post