સુરતમાં આંતર રાજ્ય જિલ્લાઓમાં ભિક્ષુક તરીકે જઈને ચોરી કરતી કંજર ગેંગની 6 મહિલા ઝડપાઈ | In Surat, 6 women of the Kanjar gang were caught stealing as beggars in inter-state districts | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભિખારીના સ્વાંગમાં આવીને લાખો રૂપિયાની ચોરી કરનાર કંજર ગેંગની મહિલાઓને ઝડપી પાડવામાં આવી

આંતર રાજ્ય જિલ્લાઓમાં ચોરી કરતી અને ગુનાહિત ઈતિહાસ ધરાવતી કંજર [સલાટ] ગેંગની 6 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. સુરત ગ્રામ્ય જિલ્લાના બારડોલી ટાઉન તથા કડોદરા જીઆઈડીસી પોલીસની ટીમે સંકલનમાં રહીને 6 મહિલાઓની ધરપકડ કરી હતી અને ગણતરીના કલાકોમાં એક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી મહિલાઓને ઝડપી પાડી

સુરતના જિલ્લાના બારડોલી સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાંથી 6 જેટલી મહિલાઓ ભીખ માંગવાના બહાને આવી દુકાનદારની નજર ચૂકવી બેગમાં મુકેલા 9.16 લાખની રોકડ તથા વિદેશ મોકલવાના કપડાની ચોરી કરી ફરાર થઇ ગયી હતી. બીજી તરફ દુકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા મહિલાઓની આ ગેંગ કડોદરા ચાર રસ્તા તરફ નીકળેલી હોવાની માહિતી મળી હતી. જેથી બારડોલી ટાઉન પોલીસે કડોદરા જીઆઈડીસી પોલીસને સમગ્ર બનાવથી વાકેફ કરી હતી. જેથી કડોદરા જીઆઈડીસી પોલીસની ટીમે બારડોલી રોડ તરફથી આવતા રોડ પાસે નાકા બંધી કરી ઓટો રીક્ષામાંથી 6 મહિલા અને 4 બાળકોને તાબામાં લઇ કડક પૂછપરછ કરતા તેઓએ બારડોલી ખાતે આવેલી દુકાનમાંથી ચોરી કરેલા 9.16 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જેથી બારડોલી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.

કોની કોની ધરપકડ

1] સુનીતા ઉર્ફે મમતા જુફાન ઉર્ફે જગત પરમાર ઉ.50, તથા બે બાળકો

2] નીતલ ઉર્ફે નીતા વિક્કી પવાર [ઉ.32 તથા એક બાળક

3] સોનલ યુવરાજ ઉર્ફે દેવરાજ દેવીપુજક [ઉ.35]

4] અરુણા શંકરભાઈ રાજુભાઈ રાઠોડ [ઉ.35]

5] સપના તરુણ ઉર્ફે આર્યન પવાર [ઉ.27]

6] કવિતા ઉર્ફે ચંદા ઉર્ફે કિરણ ઉર્ફે જ્હુન ચરણ ઉર્ફે કોહીનુર સલાટ [ઉ.32]

શું હતી મોડેસ ઓપરેન્ડી

સુરત રેલવે બ્રિજના નીચે ખુલ્લામાં રહેતી આ મહિલા આરોપીઓની મોડેસ ઓપરેન્ડી ભિખારીના વેશમાં ફરતા હોવાની બહાર આવી છે .પકડાયેલી કંજર ગેંગની મહિલાઓ બાળકો સાથે ભીખ માંગવાના બહાને પોતાના એક સમૂહમાં એકલવાયા વેપારીને ટાર્ગેટ કરી પોતાની સાથે કાળું કાપડની આડશ ઉભી કરી નજર ચૂકવી કીમતી સમાન રોકડ, રકમ વગેરે ચોરી કરી ફરાર થઈ જતી હતી. તેમજ પોલીસમાં પકડાયા બાદ પોલીસને કોઈ પણ જાતનો સહકાર નહિ આપી પોતાના સાચા નામ સરનામાની હક્કિતથી વિપરીત હક્કિત જણાવી પોલીસને પણ ગેરમાર્ગે દોરે છે વધુમાં ઝડપાયેલી મહિલાઓની આ ગેંગ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ મામલે પોલીસે આ ગેંગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم