સંક્ર્મણ ઘટ્યું, આજે 6 દર્દી પોઝિટિવ, તમામ ફુલ્લી વેક્સિનેટેડ, કેસની સંખ્યા ઘટતા તંત્રે રાહતનો શ્વાસ લીધો | Infection reduced, today 6 patients positive, all fully vaccinated, the system breathed a sigh of relief as the number of cases decreased. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Infection Reduced, Today 6 Patients Positive, All Fully Vaccinated, The System Breathed A Sigh Of Relief As The Number Of Cases Decreased.

રાજકોટ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા ઘટવા લાગતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. આજે કોરોનાના 6 નવા કેસ આવ્યા છે. તમામ દર્દીઓએ પ્રિકોશન ડોઝ લીધા છે. હાલએક્ટિવ કેસની સંખ્યા ઘટીને 107 થઈ છે. માર્ચ માસમાં કોરોનાના કેસમાં એકદમથી ઉછાળો આવ્યો હતો. જોકે એપ્રિલ માસ શરૂ થતાં જ કેસમાં ઘટાડો આવ્યો છે અને સામે ડિસ્ચાર્જની સંખ્યા વધવાને કારણે એક્ટિવ કેસ ઘટી રહ્યા છે.

ડબલિંગ રેટ બમણો થઈ ગયો
માર્ચ માસમાં કેસ બમણા થવાનો દર એટલે કે ડબલિંગ રેટ 5 જ દિવસ થઈ ગયો હતો પણ એપ્રિલ આવતા જ આ દર 16 દિવસ થયો છે. આ ઉપરાંત પોઝિટિવિટી રેશિયો પણ આરટીપીસીઆરમાં વધારે જોવા મળ્યો હતો પણ હવે 3.75 ટકાની આસપાસ થયો છે. માર્ચના અંત સુધીમાં એક્ટિવ કેસ 170ની આસપાસ હતા જે હવે ઘટીને 107 થઈ છે.

રાજકોટમાં વેક્સિન ખલાસ
શહેરમાં કેસ વધે છે ત્યારે રસી લેનારાની સંખ્યા વધે છે. હાલ કેસ વધી રહ્યા છે ત્યારે જ 31 માર્ચે જ શહેરમાં કોવિશિલ્ડનો જથ્થો પૂરો થઈ ગયો છે અને 4 દિવસથી તમામ આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ બંધ છે. આ મામલે ફરિયાદ ઉઠતા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર પાસે રસીના જથ્થાની માંગ કરાઈ છે જ્યારે સ્ટોક આવશે એટલે રાજકોટને આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post