વડીયાનારામપુર ગામે સૌની યોજના હેઠળ પાણી છોડાયું, આસપાસના 6 ગામડાને સીધો ફાયદો થશે | Vadiyanarampur village released water under all scheme, 6 surrounding villages will directly benefit | Times Of Ahmedabad

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની જરૂરિયાત ઉભી થઈ છે. વડીયા વિસ્તારના ગામડામાં ખેડૂતોને પિયત માટે પાણીની જરૂરિયાત પડતા સ્થાનિક ધારાસભ્ય કૌશીક વેકરીયાને લેખિત મૌખિત રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતને સફળતા મળી હતી. ત્યારે વડીયાનારામપુર ગામે સૌની યોજના હેઠળ પાણી છોડવામાં આવ્યું છે.જેથી 6 ગામડાને સીધો ફાયદો થશે.
​​​​​​​છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોના પાક માટે પાણીની અતિ જરૂરિયાત હતી જેના કારણે આ વિસ્તારના ખેડૂતોની માંગ હતી કે, અહીં પાણી સૌની યોજનામાંથી આપવામાં આવે. ત્યારે આજે વડીયાના રામપુર ગામેથી પસાર થતી સૌની યોજનાના બે વાલ્વમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી 8 દિવસ સુધી સતત શરૂ રહેશે. જેથી ખેડૂતોને સીધી ફાયદો થશે અને ખેડૂતોના બોર, કુવાના તળ ઉંચા આવશે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી છવાય છે.
​​​​​​​ખેડૂતોના પાકમાં જીવનદાન મળ્યું
સૌની યોજનામાંથી પાણી છોડતા અહીં 6 જેટલા ગામડાને સીધો ફાયદો થશે. ખીજડિયા, મોરવાડા, ખાખરીયા, વડીયા સહિત આસપાસના ગામડાના જમીનોના તળ ઉંચા આવશે અને નાના મોટા 34 ચેકડેમો પણ આવતા દિવસોમાં છલકાય ઉઠશે. સુરવોડેમમાં પણ પાણીની આવક થાય તેવી શકયતા જોવા મળી રહી છે, જેના કારણે અહીં પાણીની સમસ્યાનો મોટો પ્રશ્ન ખેડૂતો માટે હલ થયો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post