No results found

    કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ, રાયોટિંગની પણ 60થી વઘુ શખ્સો સામે ફરિયાદ, તલવાર સહિતના હથિયારો જપ્ત | Police complaint registered against Kajal Hindustani, complaint against more than 60 people for rioting, weapons including sword seized | Times Of Ahmedabad

    ઉના19 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ઉના શહેરમાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ બાદ ઉનામા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ગત રાત્રે કુંભારવાડા અને ભોયવાડા વિસ્તારમાં પથ્થરમારાની પણ ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના બાદ કરવામાં આવેલ કોમ્બિંગ દરમિયાન તલવાર અને કુહાડી સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.

    તલવાર,કુહા઼ડી સહિતના હથિયાર જપ્ત.

    તલવાર,કુહા઼ડી સહિતના હથિયાર જપ્ત.

    દુકાનો બંધ રહી
    આખરે શહેરમાં તંગદિલી વાતાવરણ ઉભુ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. ઘટના બાદ જૂનાગઢ રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા, એસ.પી. શ્રીપાલ શેષ્મા સહિતનો કાફલો પહોંચી ગયો હતો. તેમજ પોલીસ દ્વારા આખીરાત કોમ્બીંગ કરવામાં આવેલ હતું. જેમાં 60 શખ્સોની અટકાયત કરી રાયોટિંગનો ગુન્હો નોધ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ગીર સોમનાથ જિલ્લા તેમજ જૂનાગઢ એસપી તથા પોરબંદરની પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
    બીજી તરફ શહેરીજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉના શહેરના વેપારીઓ દ્વારા દુકાન ખોલવવામાં આવેલ નથી. હાલ વેરાવળ મુસ્લિમ સમાજના આગેવાનો ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરવા પહોંચી ગયા હતા.

    રાત્રે થયેલ પથ્થરમારો.

    રાત્રે થયેલ પથ્થરમારો.

    હથિયારો જપ્ત
    શહેરમાં પોલીસ દ્વારા આખી રાત કોમ્બિંગ સમય દરમિયાન પોલીસને તલવાર, કુહાડી સહિતના ઘાતક હથિયારી પણ મળી આવ્યા હતા. શહેરમાં પરિસ્થિતિની ગંભીરતા સમજી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેમ જ્યાં નજર કરીયે ત્યાં પોલીસ પોલીસ જ દેખાય હતી. ત્યારે અલગ અલગ જીલ્લા અને તાલુકાની પોલીસ SRP સહિત કુલ 300થી વધુ પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે સીસીટીવી અને વીડિયો આધારે તપાસ હાથ ધરી છે.

    પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

    પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال