સુરત28 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરત SOG પોલીસે વરાછામાંથી 6.10 લાખથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો
સુરતમાંથી વધુ એક વખત મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. સુરત SOG પોલીસે બાતમીના આધારે વરાછા પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મકાનની અગાસી પર બનાવવામાં આવેલી પતરાની રૂમમાં સંતાડવામાં આવેલો 6.10 લાખથી વધુની કિમતનો 61 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન શરુ
સુરતમાં પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોલીસ દ્વારા ગાંજો તેમજ ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વધુ એક વખત સુરતમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. SOG પોલીસે બાતમીના આધારે રૂમમાં સંતાડી રાખેલો 6.10 લાખની કિમતનો 61 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે.
6.10 લાખની કિમતનો 61 કિલો ગાંજાનો જથ્થો મળ્યો
SOG પોલીસની ટીમે બાતમીના આધારે વરાછા પટેલ નગર એમ્બ્રોડરી સાઈડ લાઈન નં-2 પાસે આવેલા મકાનની અગાસીમાં બનાવેલી પતરાની રૂમમાં તપાસ કરતા ત્યાંથી પ્રતિબંધિત 6.10 લાખની કિમતનો 61 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ તમામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે તેમજ રૂમ ભાડે રાખી ગાંજો સંતાડનાર ઓડીશાવાસી ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં NDPS અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.