રાજપીપળા રંગઅવધુત મંદિર પાસે આંક ફરકના આંકડા લખતા ત્રણને ઝડપ્યા; 6.35 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા | Three arrested near Rajpipla Rangaavadhut temple writing the figures of difference; 6.35 lakhs with the stolen goods | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજપીપળા રંગઅવધુત મંદિર પાસે ફોરવ્હીલ ગાડીમાં આંક ફરકના આંકડા લખતા ત્રણ જુગારીઓને કુલ રૂ. 6,35,050ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી નર્મદા એલ.સી.બી.એ જુગારધારાનો કેશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ આધિક્ષક નર્મદા પ્રશાંત સુંબેએ નર્મદા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. જે.બી. ખાંભલા આવા જુગારના કેસો શોધી કાઢવાની એલ.સી.બી.ના સ્ટાફને સુચના કરી હતી. પીએસઆઇ એમ બી.વસાવાની ટીમ દ્વારા તપાસ દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે, રાજપીપળા વિસ્તારના રંગ અવધુત મંદિર પાસે ફોર વ્હીલ ગાડીમાં કેટલાક ઇસમો આંક ફરકના આંકડા લખી-લખાવી વરલી મટકાનો જુગાર રમતા હતા.

જે ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના પોલીસ માણસો સાથે રંગ અવધુત મંદિર પાસે બાતમીવાળી જગ્યાએ ફોર વ્હીલ ગાડીને રોકી જુગાર અંગેની રેઇડ કરતા ફોરવ્હીલ ગાડીમાં કેટલાંક ઇસમો આંક ફરકના આંકડા લખી લખાવતા હોય તેઓને કોર્ડન કરી ઝડપી પાડી તેઓ પાસેથી જુગારના રોકડ રકમ 3,15,000 તથા મોબાઇલ, ફોરવ્હીલ ગાડી, જુગારના અન્ય સાધનો મળી કુલ કિં. 6,35,050ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં કયુમ ઉર્ફે લીંડી મહેબુબશેખ, અમીનુદિન અલ્લારખા કાજી, નજીરહુશેન ગુલામનબી શેખને ઝડપી પાડ્યા હતા. જ્યારે યાસીનખાન સબીરખાન સોલંકી, જીતેંદ્ર રમણ વસાવા, શૈલેષ બુધીયા વસાવા, જાકીર બાબુગોરા મન્સુરીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم