ગોધરા પાલિકા કેમ્પસ ખાતે મોતને ભેટેલા 66 ફાયર કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવી; મુંબઈના પ્રિન્સેસ ડોક યાર્ડમાં કર્મચારીઓ શહીદ થયા હતા | Tributes to 66 fire personnel who lost their lives at Godhra Municipal Campus; Employees were martyred in Mumbai's Princess Dock Yard | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા આજે નેશનલ ફાયર સર્વિસ દિવસ મનાવવામાં આવ્યો હતો. ગોધરાના નગરપાલિકા ફાયર સ્ટેશન પર આયોજીત કાર્યક્રમમાં ગોધરાના ફાયર બ્રિગેડના ડિવિઝનલ મુખ્ય અધિકારી પી.એફ સોલંકી સાથે સ્ટાફ હાજર રહ્યો હતો. જે કાર્યક્રમમાં તમામે રેસ્ક્યુ દરમિયાન મોતને ભેટેલા 66 ફાયર કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવીને બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.

આજના દિવસે એટલે કે 14 એપ્રિલ 1944ના દિવસે મુંબઈના પ્રિન્સેસ ડોક યાર્ડમાં આગ લાગી હતી. જે ઘટનામાં ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવતી વખતે 66 કર્મચારી દાઝતા અને ઘાયલ થતા મોતને ભેટ્યા હતા. જેમની યાદમાં અને ફાયર બ્રિગેડની કામગીરીથી લોકોને વાકેફ કરાવવા માટે 14 એપ્રિલ ફાયર સર્વિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે પ્રથા આજે પણ યથાવત છે. ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગના તમામ રેસ્કયુ સાધનોને ફૂલહાર ચઢાવીને રેલી યોજવામાં આવી છે. જે ગોધરા શહેરના નગરપાલિકા કચેરીથી લઈને અંબિકા ચોક પટેલવાડા, સ્ટેશન રોડ, શહેરા ભાગોળ અને બસ સ્ટેન્ડ થઈને રેલીનું પાલિકા કચેરીએ સમાપન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم