- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- More Than 21 Thousand Candidates Will Take The Exam At 67 Centers Of Kutch District, All Preparations Have Been Finalized
કચ્છ (ભુજ )9 કલાક પહેલા
- કૉપી લિંક
આખરે લાંબા સમય બાદ મુલતવી રહેલી જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી તા. 9ના રોજ રાજ્યની સાથે કચ્છમાં પણ યોજાશે. ગુજરાત સેવા પસંદગી મંડળ સંચાલિત યોજાનાર આ પરીક્ષા કચ્છના ભુજ, અંજાર અને ગાંધીધામ તાલુકાના કુલ 67 કેન્દ્રોમાં લેવાશે. આ માટે જિલ્લાના કુલ 21150 ઉમેદવારો મેદાનમાં હોવાની માહિતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે કલેકટર કચેરી ખાતેના સભા ગ્રુહ ખાતે આપવામાં આવી હતી.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સંચાલન તળે તાં 9 એપ્રિલના બપોરે 12.30 થી 1.30 વાગ્યાના એક કલાકના સમયગાળા દરમિયાન જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા કુલ 67 કેન્દ્રો પર યોજાશે. જેમાં ભૂજમાં 39, અંજારમાં 5 અને ગાંધીધામમાં 23 કેન્દ્રો પર ઉમેદવારો પરીક્ષા આપી શકશે એવી માહિતી આજે ભુજ કલેકટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સમહર્તા અમિત અરોરાએ આપી હતી.

પરીક્ષાને સુપેરે પાર પાડવા વહીવટ તંત્રના વિવિધ વિભાગો દ્વારા આગોતરી આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરિક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ વખતે સરકાર માન્ય ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે, જ્યારે મોબાઈલ ફોન કે અન્ય બિનજરૂરી સામગ્રી સાથે રાખી શકશે નહીં. જુનિયર કલાર્કની પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સરકાર દ્વારા જાહેર પરીક્ષા વિધેયક પણ પસાર કરવામાં આવ્યું છે જે અન્યવે જિલ્લાના તમામ કેન્દ્રો પર ઓબ્ઝર્વરની 9 ટીમ અને ફ્લાઈંગ સ્ક્વોડની 9 ટીમ તપાસમાં રહેશે. સાથેજ દરેક કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
કલેકટર કચેરી ખાતેની મીડિયા બેઠકમાં કચ્છ કલેક્ટર અમિત અરોરા, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, તાલીમી આઈપીએસ વલય વૈદ્ય અને માહિતી નિયામક મિતેષ મોડસિયા હાજર રહ્યા હતા.