ભરૂચ શહેરના વોર્ડ નંબર-7 અને 11માં એક કરોડ ઉપરાંતના વિકાસ લક્ષી કામોનું ખાતમુહુર્ત કરાયું | More than one crore developmental works were scheduled in ward number-7 and 11 of Bharuch city. | Times Of Ahmedabad

ભરૂચ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચ શહેરના વોર્ડ નંબર-7 અને 11ના પાંચ વિસ્તારને જોડતા માર્ગો ઉપર 1 કરોડ ઉપરાંતના પેવર બ્લોકના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર-7 અને વોર્ડ નંબર-11ની હદ વિસ્તારમાં બિસ્માર માર્ગોને પગલે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા. આ અંગે સ્થાનિકો નગર સેવક અને પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી, તે રજુઆતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજન અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1 કરોડથી વધુના પેવર બ્લોકની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જે પેવર બ્લોકના કામનું આજરોજ ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

આ પેવર બ્લોકના કામની સોનેરી મહેલ સર્કલથી ચકલા,લાલભાઈની પાટથી જુના બજારને જોડતા માર્ગ,ભોઈવાડ વિસ્તારથી અંબાજી માતા મંદિર,ચંદન ચોક વિસ્તારની આંતરિક ગલીઓ અને હાજીખાના બજારથી સાધના સ્કુલથી ચકલા તેમજ વોર્ડ નંબર-૭માં સ્વામિનારાયણ મંદિર સામે કામગીરી હાથ ધરાશે આ ખાતમુહુર્તના કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા,જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,નિરલ પટેલ તેમજ સ્થાનિક નગર સેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખની છે કે શહેરમાં અન્ય વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં તો આવ્યું છે પરંતુ કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે ત્યારે આ ખાતમુહુર્તની વિધિ બાદ કામગીરી ઝડપી થાય તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post