الأحد، 2 أبريل 2023

વલસાડ જિલ્લામાં આજે નવા 7 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 36 પર પહોંચ્યો | 7 new cases were reported in Valsad district today, the number of active cases reached 36 | Times Of Ahmedabad

વલસાડ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

  • વલસાડ જિલ્લાના RT-PCR ટેસ્ટિંગ સેન્ટરો ઉપર કુલ 730 ટેસ્ટ કરવામાં આવ્યા

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે જિલ્લામાં નવા 7 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 36 પર પહોંચી ચૂક્યો છે.

વલસાડ જિલ્લાના વિવિધ RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર ગઈ કાલના રોજ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા 730 જેટલા RTPCR ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ તમામ ટેસ્ટ જિલ્લાની કોરોના ટેસ્ટિંગ લેબમાં ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં વલસાડ તાલુકાના 1, પારડી તાલુકાના 1, વાપી તાલુકામાંથી 1, કપરાડા તાલુકામાંથી 1 અને ઉમરગામ તાલુકામાંથી 3 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. સાથે જિલ્લા આરોગ્ય વિભગની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ તાલુકામાંથી 2, પારડી તાલુકામાંથી 1 કોરોના સંક્રમિત યુવકે હોમઆઈસોલેશન દરમ્યાન આયુષ મંત્રાલયના માર્ગર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય વિભગની સૂચના મુજબ સારવાર મેળવીને કોરોનાને માત આપી જિંદગીની જંગ જીત્યા હતા. વલસાડ જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને નજીકના RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર સમયસર ટેસ્ટ કરવી લેવા અપીલ કરી હતી.

ઉમરગામ તાલુકામાં લગ્ન પ્રસંગોમાં ફોટો ગ્રાફી કરતો યુવક સહિત 2 ગૃહિણીઓ સંક્રમિત જાહેર થઈ છે. વલસાડ તાલુકામાંથી ખેડૂત સંક્રમિત જાહેર થયો, પારડી તાલુકાની ગૃહિણી સંક્રમિત જાહેર થઈ, વાપી તાલુકામાંથી એક યુવતી કોરોના સંક્રમિત જાહેર થઈ હતી. જ્યારે કપરાડા તાલુકામાંથી મહિલા કંપનીમાં નોકરી કરવા જતાં સંક્રમિત જાહેર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.