રાજકોટમાં વધુ 7 દર્દી થયા સંક્રમિત સામે 4 દર્દીને અપાયું ડિસચાર્જ, એક્ટિવ કેસની સંખ્યા 41 પહોંચી, તમામ દર્દી હોમ આઇસોલેટ | In Rajkot, 7 more patients were infected, 4 patients were discharged, the number of active cases reached 41, all patients are home isolated | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 7 More Patients Were Infected, 4 Patients Were Discharged, The Number Of Active Cases Reached 41, All Patients Are Home Isolated

રાજકોટ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં લાંબા સમય બાદ આજે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે કુલ વધુ 7 દર્દી પોઝિટિવ નોંધાયા છે જેની સામે 4 દર્દીએ કોરોનને માત આપતા રિપોર્ટ ડિસચાર્જ થયા છે જેમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ દર્દીનો પણ રિપોર્ટ નેગેટિવ આવતા તેને પણ ડિસચાર્જ આપવામાં આવ્યું છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 41 છે જે તમામ દર્દી હોમ આઇસોલેટ છે.

7 કેસ પૈકી 6 મહિલા અને 1 પુરુષ
રાજકોટ શહેરમાં આજે વધુ 7 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 35 વર્ષની મહિલાથી લઇ 81 વર્ષના વૃધ્ધ સહિત 7 દર્દીનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલ 7 કેસ પૈકી 6 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલ 7 દર્દીઓમાથી એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 7 પૈકી 3 દર્દીએ વેક્સિનના 3 ડોઝ અને 4 દર્દીએ વેક્સિનના 2 ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે.

4 દર્દીને ડિસચાર્જ આપવામાં આવ્યા
ઉલ્લેખનીય છે રાજકોટ શહેરમાં માર્ચ મહિનાથી આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 425 પહોંચી ચુક્યો છે જેમાં 383 ડીસચાર્જ થયા છે. આજે એક્ટિવ 41 કેસ પૈકી એક પણ દર્દી હોસ્પિટલાઇઝ નથી તમામ દર્દી હોમઆઇસોલેટ છે. જયારે આજે 4 દર્દીને ડિસચાર્જ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…