પાટણ જિલ્લામાં આજે નવા 7 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 58 પર પહોંચ્યો | 7 new cases were reported in Patan district today, the number of active cases reached 58 | Times Of Ahmedabad

પાટણ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

પાટણ જિલ્લામાં છેલ્લા એક માસ થી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે અને દિવસે દિવસે કોરોનના કેસ માં વધારો થયો છે.ત્યારે આજે શુક્રવારે કોરોનાના 7 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ 5, સરસ્વતી 1, સાંતલપુર 1 એમ કુલ 7 કોરોનાના કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 58 એક્ટિવ કેસ છે.જિલ્લામાં કુલ 105 કેસ અત્યાર સુધી નોંધાયા છે.

પાટણ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજે કોરોનાના 7 કેસ નોંધાયા છે. જેમાં પાટણ જુનાગંજ માં 20વર્ષ ના યુવાન,ધારપુર માં31વર્ષ ના પુરુષ,સંડેર માં 25વર્ષ ની યુવતી અને 80વર્ષ ના પુરુષ,હાશાપુર માં18વર્ષ ની યુવતી,સાંતલપુર ના ધોકાવડા70વર્ષ ના પુરુષ, અને સરસ્વતી ના સરિયાદ માં 60વર્ષ ના પુરુષ ને ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો શુક્રવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવતા કોરોના નો 7 કેસ સામે આવ્યા હતા.

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 399અને એન્ટીજન 102 મળી કુલ 501 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 5 પુરુષ અને 2 સ્ત્રી રિપોર્ટ પોઝિટિવ આવ્યો આમ જિલ્લા અત્યારે 58કેસ એક્ટિવ છે જિલ્લામાં અત્યાર સુધી 98 કેસ નોંધાયા છે.4 જાણ સાજા થયા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم