રાજકોટમાં શ્રીરામ અને સીતારામ ફરસાણમાં ગાંઠિયામાં વપરાતું 7 કિલો દાઝીયું તેલ અને વાસી ચટણી મળી, સ્થળ પર નાશ | 7 kg of burnt oil and stale chutney found in Sriram and Sitaram Farsan in Rajkot, destroyed on the spot | Times Of Ahmedabad

રાજકોટ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટમાં આજે ફૂડ શાખાના દરોડા દરમિયાન કોઠારીયા ગામતળથી સોલ્વન્ટ ફાટક વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીરામ અને સીતારામ ફરસાણમાં ગાંઠિયામાં વપરાતું 7 કિલો દાઝીયું તેલ અને વાસી ચટણી મળી આવી હતી. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જયારે 12 પેઢીને લાયસન્સ માટે નોટીસ અપાઇ હતી.

લાયસન્સ માટે નોટિસ ફટકારવામાં આવી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કોઠારીયા ગામતળથી સોલ્વન્ટ ફાટક વિસ્તારમાં આવેલ શ્રી રામ ફરસાણમાં ઉપયોગમાં લેવાતા 7 કિલો દાઝીયા તેલનો નાશ કરાયો હતો. એકને એક તેલમાં ફરસાણ તળવામાં આવતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જયારે સીતારામ ખમણમાંથી પણ બે કિલો વાસી મીઠી ચટણીનો નાશ કરી નોટીસ અપાઇ હતી.આ ઉપરાંત ક્રિષ્ના પાન કોલ્ડ્રિંક્સ,દ્વારકાધીશ ટી સ્ટોલ, ખોડલ હોટેલ,રજવાડી પાઉંભાજી,પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્ર,અંજની મેડિકલ સ્ટોર,વેધ મેડિકલ,કનૈયા ટી સ્ટોલ,મોગલ પાન કોલ્ડ્રિંક્સ, દ્વારકાધીશ રસ ડિપો અને પટેલ સોડા શોપને પણ લાયસન્સ માટે નોટિસ ફટકારવામાં આવી હતી.

મસાલા માર્કેટમાંથી નૂમના લેવાયા
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ગોંડલ રોડ માલવીયા કોલેજ બાજુના વંડામાં આવેલી મહાવીર મસાલા માર્કેટમાંથી મરચુ પાવડર અને રાય, સાધુ વાસવાણી રોડના શિલ્પન ટાવરમાં આવેલ નેચરલ ડ્રાય ફ્રુટ એન્ડ ચોકલેટમાંથી કાળી કિસમીસ, યુનિ. રોડ, ઇન્દીરા સર્કલ પાસેની વી.ટી.એમ. કેકમાંથી ચોકલેટ પેસ્ટ્રી સાધુ વાસવાણી રોડ શાક માર્કેટ સામે શ્રીનાથજી ફરસાણમાંથી તીખા ગાંઠીયા અને જૈન ફરસાણ માર્ટમાંથી મેંગો શીખંડના નમુના લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم