રાજકોટ23 મિનિટ પહેલા
- કૉપી લિંક
વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે વિભાગની ટીમે ત્રિકોણ બાગ, ઢેબર રોડ વન-વે થી સિવિલ કોર્ટ સુધીના વિસ્તારમાં ખાણીપીણીના 20 ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરી બે મદ્રાસ કાફેમાંથી 7 કિલો અખાદ્ય મસાલા અને ચટણીનો નાશ કર્યો હતો. તો બે કિલો એકસપાયર થયેલી ચોકલેટ પણ દુકાનમાંથી મળતા ફેંકી દેવામાં આવી હતી.
વાસી ખોરાકનો નાશ
ફૂડ વિભાગ દ્વારા આજે ત્રિકોણ બાગથી સિવિલ કોર્ટ સુધીના વિસ્તારમાં આવેલ રાજુભાઇ મદ્રાસ કાફેમાંથી વાસી અખાદ્ય ઢોસાનો મસાલો 5 કિલો મળતા નાશ કરાયો હતો. જયારે રાજુભાઇ ઈડલીવાળાને ત્યાંથી વાસી ચટણી 2 કિલો મળતા તે પણ ફેંકી દેવાઇ હતી. આ ઉપરાંત ઢેબર રોડ પર આવેલ ભક્તિ ડ્રાયફ્રુટ ચોકલેટમાં તપાસ કરતા એક્સપાયરી થયેલ બે કિલો વાસી ચોકલેટ મળતા નાશ કરાયો હતો. આ ત્રણે પેઢીને લાયસન્સ લેવા સહિતની નોટીસ આપવામાં આવી હતી.
આ સ્થળો પર નમુના લેવાયા
પરાબજારમાં સેન્ટ્રલ બેંક બાજુમાં આવેલ ભકિત ડ્રાયફ્રુટ એન્ડ ચોકલેટમાંથી આમ પાપડ, સંત કબીર મેઇન રોડ પર આવેલ ગજાનંદ સ્વીટ એન્ડ ફરસાણમાંથી ચકરી ફરસાણ અને સોનપાપડી, મસ્ત આઇસ ડીશ ગોલામાંથી કેડબરી ગોલાનું શીરપ, માટેલ ડેરી ફાર્મમાંથી ભેંસનું દુધ, ગોકુલ કેરીના રસમાંથી કેસર શીખંડ મળી 6 નમુના લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ સ્થળો પર તપાસ કરાઈ
જયારે રીઅલ સેન્ડવીચ, યાદગાર શરબત,સમદ એન્ટરપ્રાઇઝ,પ્રતાપ પાન, શક્તિ ટી સ્ટોલ, સુરેશભાઇ રગડાવાળાને લાયસન્સ માટે નોટીસ અપાઇ હતી. આ ઉપરાંત રામવીર સેલ્સ એજન્સી, ગોરધનભાઈ ગોવિંદજીભાઇ ચેવડાવાળા, વિષ્ણુ પાન, પ્રકાશ હોટેલ, કાંતિભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, યશવંતભાઈ કાંતિભાઈ ચેવડાવાળા, ગોરધનભાઈ ગોવિંદજીભાઇ ચેવડાવાળા, રસિકભાઈ ચેવડાવાળા, ગિરિરાજ કોલ્ડ્રિંક્સ અને વલ્લભ ટી પ્રા. લી., નજમી શરબતમાં તપાસ કરાઇ હતી.