Wednesday, April 5, 2023

રાજકોટમાં યુવક શાળાએ જતી ધો.7ની છાત્રાની પજવણી કરી લગ્ન કરવા દબાણ કરતો, અંતે તરુણીએ ફિનાઇલ પીધું | In Rajkot, a religious youth molested a 7th grade student and forced her to marry him, finally the girl drank phenyl. | Times Of Ahmedabad

રાજકોટ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં યુવકના આતંકથી કંટાળી ધો.7ની છાત્રાએ ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે તરુણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અને એ ડિવિઝન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

છેડતીથી તરુણી કંટાળી ગઈ હતી
છેલ્લા થોડા સમયમાં નાની નાની બાળકીઓ પર દુષ્કર્મના બનાવો એવા સામે આવ્યા છે, જે હૈયું હચમચાવી નાખે છે. હવસનો કિડો મગજમાં સવાર થયા બાદ હવસખોરો નાની નાની બાળકીઓને પણ નથી છોડતાં. જેતપુરમાં અઢી વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો હતો. તેવો બનાવ રાજકોટમાં બને તે પહેલાં જ ચૌદ વર્ષની તરુણીએ પાછળ પડી છેડતી કરતાં શખ્સથી કંટાળી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાઇ હતી.

આપઘાતનો પ્રયાસ કર્યો
આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, મોચીબઝરમાં આવેલ મમરા ચેમ્બર્સ નજીક રહેતાં રીક્ષા ડ્રાઇવર આસીફભાઈ શેખની ચૌદ વર્ષની પુત્રીએ ગતરાત્રીના પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મારી સાથે ભાગીને લગ્ન કરવા જ પડશે
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ.ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને તરુણીના પિતાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં તરૂણીના પિતા આશિફ્ભાઈએ જણાવ્યું હતું કે, તેની પુત્રી આઇ.પી.મિશન સ્કૂલમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. જેને ઈરફાન યાસીન જસરાયા નામનો શખ્સ ઘણા સમયથી પજવણી કરતો હતો અને તેની પાછળ સ્કૂલે જઈ છેડતી કરી ‘તારે મારી સાથે ભાગીને લગ્ન કરવા જ પડશે કહી’ મારી નાખવાની ધમકી આપતો હતો.

તરુણીનો પીછો કર્યો હતો
દરમિયાન તેને તરુણીને ધરારથી એક મોબાઈલ ફોન આપ્યો હતો. જે અંગે તરુણીએ જાણ કરતાં શખ્સના ઘરે જઈ મોબાઈલ પરત કર્યો હતો અને તેની પુત્રીને હેરાન ન કરવા સમજાવ્યો હતો. પરંતુ ફરીવાર તેને તરુણીનો પીછો કરી બીજીવાર બળજબરી પૂર્વક થી મોબાઈલ આપી ધમકી આપી હતી.જેથી ઈરફાનના ત્રાસથી કંટાળી ગઈ હતી અને અંતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.