જૂનાગઢના વોર્ડ નં 7ના રહીશો ગેસ લાઇન અને ગટરના કામથી પરેશાન, ગાડી ખોદેલા ખાડામાં ફસાતા મનપાની કામગીરી પર સવાલ | Residents of Ward No. 7 of Junagadh are troubled by the gas line and sewerage works, questioning the functioning of the Municipal Corporation as the vehicle gets stuck in the dug hole. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Residents Of Ward No. 7 Of Junagadh Are Troubled By The Gas Line And Sewerage Works, Questioning The Functioning Of The Municipal Corporation As The Vehicle Gets Stuck In The Dug Hole.

જુનાગઢ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ અને તે પહેલાં જ માત્ર થોડા વરસાદે જૂનાગઢ મહાનગરપાલિકાની ઢીલી નીતિથી કામ થતું હોય તેવું વોર્ડ નંબર 7ના તરહીશો જણાવી રહ્યા છે. જૂનાગઢમાં એક દિવસ પહેલા જ પડેલા વરસાદે ઝાંઝરડા રોડ મોતીબાગ વિસ્તાર ટીંબાવાડી મધુરમ વાડલા ફાટક વિસ્તારોમાં ગટર અને ગેસ પાઇપ લાઇન ના કામોથી રોડ પર કાદવ અને કિચડ થઈ જતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.જૂનાગઢમાં ટોરેન્ટ ગેસની પાઇપલાઇન અને ગટરના કામ શીલા ઘણા સમયથી શરૂ છે ત્યારે કોઈ પણ પ્રકારની સાવચેતીના બોર્ડ મારવામાં નથી આવતા કે નથી તો રોડ ખોદીયા બાદ તેને બરોબર રીપેર કરવામાં આવતો.

ઝાંઝરડા વિસ્તાર નજીક બપોર સમય એક ફોર વ્હીલ ગાડી ફસાઈ હતી ત્યારે વાહન માલિક ઊર્મિલ હરિયાણી હેરાન પરેશાન થયા હતા અને જણાવ્યું હતુ કે ઝાંઝરડા રોડ તરફ થી આવતા કોઈપણ ચેતવણીનું બોર્ડ મારવામાં આવ્યું નથી જેને કારણે ગાડી રોડ પર ખોદેલા ખાડામાં ફસાય હતી. તો તંત્ર શુ કરે છે ? જ્યારે કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની રહેશે..?

જુનાગઢ શહેરના લોકો ગેસ લાઇન અને ગટરના કામ થી ત્રાહિમામ પોકારી ગયા છે ગટર અને ગેસ પાઇપલાઇન માટે જે લાઈનો ખોદવામાં આવી છે તેમાંથી પીળી માટી કાઢવામાં આવે છે પરંતુ વરસાદ પડતાની સાથે આ પીળી માટી રોડ પર પથરાઈ જતા કાદવ કીચડ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે.અને અકસ્માતોના બનાવો બને છે.

વોર્ડ નંબર 7 ના રહીશ જયશ્રીબેન મહેતાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા હોવા છતાં પણ જુનાગઢ ગામડા થી બત્તર હાલત છે, રસ્તા ધોવાઈ ગયા છે ,માત્ર થોડોક જ વરસાદ પડ્યો છે ત્યાં પાયાની સુવિધા મહાનગરપાલિકા આપી શકતી નથી. અને એક અઠવાડિયા થી પાણી પણ આવતું નથી. હજુ તો થોડો વરસાદ થયો છે ત્યાં રોડની આ હાલત છે તો જ્યારે ચોમાસુ આવશે ત્યારે પરિસ્થિતિ કેવી હશે?

સ્થાનિકોનું કહેવું છે કે, વોર્ડ નંબર 7 માં આ કિચડ અને માટીના કારણે વાહન તેમજ લોકો પણ આ રોડ પર ચાલી શકતા નથી અને જુનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી..ત્યારે અચાનક કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે આ એરિયામાં ન તો એમ્બ્યુલન્સ આવી શકે એમ છે કે ન તો પ્રાઇવેટ વાહનો પ્રવેશી શકે તેમ છે. ત્યારે અચાનક આવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ તો લોકો શું કરશે?

વરસાદ પડવાની સાથે જો જીવનધારા સોસાયટીના રહીશો પણ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે શાકભાજી લેવા જવું હોય તો પણ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી… ત્યારે જવાબદાર તંત્ર વહેલી તકે યોગ્ય નિરાકરણ કરે નહીં તો ચોમાસા માં આ વિસ્તારના લોકોની દશા ખૂબ જ ખરાબ થઈ જશે. કારણ કે આ ગટર અને ગેસ પાઇપલાઇન ના કારણે બીજી જગ્યાએ રહેવા જવું પડશે.