પાલનપુર બસપોર્ટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે 70 નવીન બસોનો લોકાર્પણ સમારોહ યોજાયો | The launch ceremony of 70 new buses was held at Palanpur Busport by the Speaker of the Legislative Assembly and the Minister of State for Home Affairs. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • The Launch Ceremony Of 70 New Buses Was Held At Palanpur Busport By The Speaker Of The Legislative Assembly And The Minister Of State For Home Affairs.

બનાસકાંઠા (પાલનપુર)8 કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 21.36 કરોડના ખર્ચથી ખરીદેલ અને લોકોની સેવા માટે મૂકાયેલી 70 નવીન બસોનું પાલનપુર બસપોર્ટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પૂજન કરી, લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધ્યક્ષ સહિત મંત્રીએ, મહાનુભવો અને સામાન્ય જનતા સાથે બસમાં મુસાફરી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં પધારેલા મંત્રી હર્ષભાઇ સંઘવીએ સ્લીપર અને લક્ઝરી બસોનું લોકાર્પણ કરી નવિન બસપોર્ટમાં ફરીને મુસાફરો માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાયેલ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે લોકસભા સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ધારાસભ્યો સર્વ અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પૂર્વમંત્રીઓ હરીભાઈ ચૌધરી, કિર્તીસિંહ વાઘેલા, હરજીવનભાઈ પટેલ અને કાંતિભાઈ કચોરીયા, પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા સહિત પદાધિકારીઓ- એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم