મોટીખરજમાં પોલીસની વોચ જોઇ દારૂ, મોટર સાયકલ મુકી ખેપિયો ફરાર, 71,128 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત | After seeing the police watch in the big expense, the liquor, motor cycle, and the smugglers escaped, 71,128 rupees worth of valuables were seized. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • After Seeing The Police Watch In The Big Expense, The Liquor, Motor Cycle, And The Smugglers Escaped, 71,128 Rupees Worth Of Valuables Were Seized.

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

વોચમાં ઉભેલી પોલીસને જોઇ ખેપિયો દારૂ તથા મોટર સાયકલ મુકી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. 31,128 રૂપિયાની ઇંગ્લિશ દારૂ તથા બિયરની 252 બોટલ તથા મોટર સાયકલ મળી 71,128 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસે ફરાર બાઇક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી હતી
દાહોદ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન નાની રાબડાલ મુવાલીયા ક્રોસીંગ પાસે રહેતો કિશોર બહાદુર સાંસી તેની જીજે-20-એલ-1299 નંબરની મોટર સાયકલ ઉપર દારૂનો જથ્થો લઇ ગરબાડા તરફથી નાની રાબડાલ તેના ઘરે જવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે મોટીખરજ બળીયાદેવ મંદિર પાસે ગરબાડા દાહોદ રોડ પર વોચ ગોઠવી હતી.

અંધારાનો લાભ લઈ બુટલેગર ફરાર
તે દરમિયાન રાત્રીના સમયે ગરબાડા તરફથી આવતી મોટર સાયકલના ચાલકે પોલીસને જોઇ વળાવવા જતાં ગાડી રોડની બાજુમાં ખાડામાં ઉતરી જતાં પોલીસ પકડવા દોડતાં દારૂ તથા મોટર સાયકલ મુકી અંધારાનો લાભ લઇ ખેતરોમાં નાસી ગયો હતો. 31,128 રૂપિયાની ઇંગ્લિદારૂ તથા બિયરની અલગ અલગ માર્કાની 252 બોટલ તથા 40 હજારની મોટર સાયકલ મળી કુલ 71,128 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બાઇક ચાલક કિશોર બહાદૂર સાંસી સામે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

أحدث أقدم