Monday, April 10, 2023

મેઘરજના ભૂવાલથી રેલ્યો સુધી 73 લાખના ખર્ચે ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ, ધારાસભ્ય પી.સી.બરંડાએ ભૂમિપૂજન કર્યું | Asphalt road construction started from Meghraj's Bhuwal to Railyo at a cost of 73 lakhs, MLA PC Baranda performed Bhumipujan | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સરકાર દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાની વાતો થઈ રહી છે. ત્યારે હજુ પણ અંતરિયાળ વિસ્તારોમાં પાકા રસ્તા નથી. ત્યારે આવો જ એક વિસ્તાર અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા ભૂવાલથી રેલ્યો સુધી પાકા રસ્તાની વર્ષોની માગ પુરી થવા જઈ રહી છે.

મેઘરજ તાલુકાના ભૂવાલથી રેલ્યો સુધી મેઇન રસ્તે આવવા માટે આઝાદી પછી પાકો રસ્તો નહોતો મળતો. ત્યારે ભિલોડા-મેઘરજના ધારાસભ્ય પી.સી.બરંડાના પ્રયત્નોથી ભૂવાલથી બેલ્યો સુધીના રોડ માટે તંત્ર પાસે 73 લાખ રૂપિયા મંજુર કરાવ્યા અને આજે ધારાસભ્ય પી.સી.બરંડા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ભીખાજી ડામોર તેમજ જિલ્લા ભાજપ અગ્રણી મહેશ ઉપાધ્યાય સહિતના કાર્યકરોની ઉપસ્થિતિમાં આજે ડામર રોડની કામગારીનો શુભઆરંભ કરાયો હતો. ત્યારે વર્ષોથી આ વિસ્તારના લોકોની જે માગણી હતી કે આ વિસ્તારને પાકો ડામર રોડ મળે. ત્યારે આજે આ રોડનું ભૂમિપૂજન થતાં રહીશોમાં આનંદની લાગણી છવાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.