વલસાડ જિલ્લામાં રવિવારે 74 કેન્દ્રો પર 25 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે, પરીક્ષામાં ફરજ બજાવનારા અધિકારી-કર્મચારીઓને તાલીમ અપાઈ | 25,000 candidates will take the exam at 74 centers in Valsad district on Sunday, training was given to the officers and staff who will perform the duties in the exam. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • 25,000 Candidates Will Take The Exam At 74 Centers In Valsad District On Sunday, Training Was Given To The Officers And Staff Who Will Perform The Duties In The Exam.

વલસાડ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પરીક્ષાર્થીઓને માર્ગદર્શનની જરૂર જણાય તો હેલ્પલાઈન નં.02632-299440 પર સંર્પક કરી શકશે

ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળની જાહેરાત ક્રમાંક:12/2021-22 જુનિયર ક્લાર્ક,વહીવટ હિસાબ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. 9મી એપ્રિલ 2023ના રોજ બપોરે 12:30થી 1:30 કલાક દરમ્યાન વલસાડ જિલ્લાના 74 પરીક્ષા કેન્દ્રોના 835 વર્ગખંડોમાં યોજાનાર છે. જેમાં 25050 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર જણાય તો તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે. જે માટે હેલ્પલાઈન નં. 02632-299440 પર સંર્પક કરી શકાશે.

આ પરીક્ષા આયોજનબધ્ધ રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના તમામ કેન્દ્રો પર ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને આજે તા.6 એપ્રિલના રોજ તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. જેની વિગતો જોઈએ તો, આ પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પ્રતિનિધિ 74, કેન્દ્ર નિયામક 74, વર્ગખંડ નિરિક્ષક 835, સુપરવાઈઝર 267 અને CCTV ઓબ્ઝર્વર 74ની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત જિલ્લામાં 6 તાલુકા અને એક જિલ્લા ઓબ્ઝર્વર તરીકે ડેપ્યુટી કલેકટર કક્ષાના 6 અધિકારીઓ ફરજ બજાવશે. ઉપરાંત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓની 13 ફલાઈંગ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. પરીક્ષાના પેપરો લાવવા અને લઈ જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ગ–1 ના 2 અધિકારી અને 1 નાયબ પોલીસ અધિક્ષક અથવા પોલીસ ઈન્સ્પેક્ટર અને હથિયારધારી SRPની ટીમને કામગીરી બજાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જિલ્લાના દરેક કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓને પરીક્ષાના સમયાનુસાર કેન્દ્રના મેઈન ગેટ ઉપર મહિલા અને પુરૂષ કોન્સ્ટેબલો દ્વારા ફ્રિસ્કીંગ (ચકાસણી) કરવામાં આવશે. જે અનુસાર સવારે 11 વાગ્યાથી પ્રવેશ શરૂ કરીને 12 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી લેવાનો રહેશે. તે જ પ્રમાણે પરીક્ષાર્થીએ તેમને ફાળવેલા વર્ગરૂમમાં સવારે 11-30 વાગ્યાથી પ્રવેશ લઈ 12-30 સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ પ્રવેશ મળશે નહીં.

તમામ એક્સપ્રેસ બસોમાં ઓનલાઈન બુકિંગની સગવડ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો પરીક્ષાર્થીઓ વધુમાં વધુ લાભ લે તેવો અનુરોધ વલસાડ એસટી વિભાગીય નિયામક દ્વારા અખબારી યાદીમાં કરવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ માટે વલસાડ, નવસારી અને ડાંગમાં રેગ્યુલર સિવાય વધારાની 150 બસો દોડાવાશે. જુનિયર ક્લાર્કની પરીક્ષા રાજ્યના વિવિધ જિલ્લા ખાતે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવાનાર હોવાથી વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા પડે તે માટે 24 કલાક તમામ ડેપો ઉપરથી રેગ્યુલર બસોના સંચાલન સિવાય વધારાની 150 બસના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم