- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- ‘Taluka Swagat Program’ Was Held At Kotdasangani, Rajkot, Total 98 Queries Including 77 Village Level And 21 Taluka Level Were Successfully Resolved.
રાજકોટ17 મિનિટ પહેલા
- કૉપી લિંક

હાલ જાહેર સેવામાં પારદર્શિતા અને જવાબદેહીનાં 20 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ‘સ્વાગત સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં ગ્રામ્ય કક્ષાએ 77 અને તાલુકા કક્ષાએ 21 સહિત 98 પ્રશ્નો રજૂ થતા તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
અરજદારોને શાંતિપૂર્વક સાંભળવામાં આવ્યા
આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે અરજદારોને શાંતિપૂર્વક સાંભળી તેમના પ્રશ્નોનું સત્વરે નિવારણ લાવવા ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી અને સંબંધિત અધિકારીઓને આદેશ કર્યા હતા. નાની ઉંમરે વિધવા થયેલી કિરણબેન વોરાને સરકારની ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત સહાય હુકમ મળતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, મારા પતિનું અવસાન થતાં મારા નાના નાના બે બાળકોની જવાબદારી મારા ઉપર આવી ગઈ છે. સરકાર દ્વારા માત્ર એક મહિનાની અંદર જ સહાય હુકમ મળી જતા પરિવારનું ગુજરાન ચલાવવામાં આર્થિક ટેકો મળી રહેશે. આ માટે સરકારની આભારી છું.
વૃદ્ધા પેન્શન સહાય યોજના હેઠળ વૃદ્ધાને સહાય
બીજી તરફ કોટડાસાંગાણીના વૃદ્ધા વિજયાબેન વાળાને માત્ર અઠવાડિયામાં જ વૃદ્ધા પેન્શન સહાય યોજના હેઠળ હુકમ મળી જતા સરકારનો આભાર માન્યો હતો. આવી યોજનાથી દીકરાઓ પાસે હાથ લંબાવવો પડતો નથી. આવા અનેક કિસ્સાઓમાં શહેરીજનોની રજૂઆતોનું ઝડપી-સંતોષકારક નિરાકરણ ટેકનોલોજી, સંવેદનશીલતા અને માનવીય અભિગમનો અદભૂત સમન્વય ‘સ્વાગત’ કાર્યક્રમ થકી થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અઘિકારી સંદીપકુમાર વર્મા, મામલતદાર ગુમાનસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી થોરિયા સહિતના સિંચાઈ અને પુરવઠા જેવા સંબધિત વિભાગનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.