Thursday, April 27, 2023

પાટણમાં રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર મેળામાં 78 ઉમેદવારોની પસંદગી કરાઈ | 78 candidates were selected in the employment recruitment fair and self employment fair in Patan | Times Of Ahmedabad

પાટણ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરી, યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર પાટણના સયુંકત ઉપક્રમે પાટણ ખાતે રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણમાં યોજાયેલ શિબિર અને રોજગાર ભરતીમેળામાં ખાનગીક્ષેત્રના 2 નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ તેમના એકમમાં ખાલી પડેલ આસિસ્ટન્ટ, ટ્રેઈની, વર્કર, હેલ્પર, સિક્યોરીટી ગાર્ડ, સફાઇ કામદાર વગેરે જેવી ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોને પસંદ કરવા માટે આવ્યાં હતા. યોજાયેલ રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિતિ રહેલા કુલ 236 ઉમેદવારોમાંથી 78 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

આ રોજગાર ભરતીમેળામાં ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન અંતરગર્ત બાલ સ્વરાજ પોર્ટલ પર નોંધાયેલા પરિવારોને રોજગારી માટે બોલાવવામાં આવેલા હતા. તેમાંથી 6 કુટુંબોને રોજગારીની તક પુરી પાડવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં રોજગાર અધિકારી એચ.એચ.ગઢવી, ઉપસ્થિત રહ્યા હતા

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.