Thursday, April 6, 2023

દાહોદના મોટીખરજમાં એલસીબીએ દરોડો પાડી મહિલા બુટલેગરને ઝડપી પાડી,78 હજારનો મુદ્દામાલ જપ્ત | In Dahod's big expenditure, LCB raided and nabbed the female bootlegger, seized 78 thousand worth of valuables. | Times Of Ahmedabad

દાહોદઅમુક પળો પહેલા

  • કૉપી લિંક

દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે પટેલ ફળિયામાં દરોડો પાડયો હતો.જેમાં એક મહિલા બુટલેગરના ઘરમાંથી તથા ઘરની બહાર બે મોટર સાયકલ પરથી મળી કુલ રૂપિયા 78 હજારની કુલ કિંમતનો વિદેશી દારૂ સાથે એક મોટર સાયકલ સાથે કબજે લઈ મહિલા બુટલેગરની અટક કર્યાનું જાણવા મળ્યું છે.

એક બુટલેગર બાઈક સાથે ફરાર,એક બાઈક મુકી ફરાર
પ્રાપ્ત વિગત અનુસાર મળેલી બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે મોટી ખરજ ગામે પટેલ ફળિયામાં રહેતી મહિલા બુટલેગર શારદાબેન દેવાભાઈ હુમલાભાઈ ખપેડના રહેણાંક મકાન પર ઓચિંતો છાપો માર્યો હતો.તે વખતે બે મોટર સાયકલો પૈકી એક મોટર સાયકલ ચાલક પોતાની મોટરસાયકલ પર લાદેલ દારૂના જથ્થા સાથે મોટર સાયકલ લઈ નાસી ગયો હતો. જ્યારે અન્ય એક મોટર સાયકલ સ્થળ પર છોડી નાસી ગયો હતો.

અડધો ડઝન આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો
પોલીસે સ્થળ પરથી એક મોટર સાયકલની સાથે સાથે તથા મહિલા બુટલેગર શારદાબેન દેવાભાઈ હુમલાભાઈ ખપેડના ઘરમાંથી મળી કુલ રૂપિયા 78,000ની કુલ કિંમતના વિદેશી દારૂની 25 જેટલી પેટીઓમાં ભરેલા કુલ બોટલ નંગ-600 પકડી પાડી કબજે લઈ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આ સંદર્ભે મોટી ખરજ ગામની શારદાબેન દેવાભાઈ હુમલાભાઈ ખપેડ, રાહુલભાઈ રતનાભાઈ પલાસ, અલ્પેશભાઈ દેવાભાઈ ખપેડ, મધ્યપ્રદેશના પિટોલના નરેશભાઈ હુમાભાઈ મછાર તથા અન્ય એક મોટર સાયકલ ચાલક મળી કુલ 6 આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.