બોટાદ24 મિનિટ પહેલા
- કૉપી લિંક
- બરવાળામાં 82, બોટાદમાં 269 , રાણપુરમા 144ને સહાય
- પાકા ઘરનું સ્વપ્ન સાકાર થતા લાભાર્થીઓમાં આનંદની લાગણી
બોટાદ જિલ્લાના ચાર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 797 લાભાર્થીને લાભ મળ્યો છે બોટાદ જીલ્લાના ચારેય તાલુકાની વિગત જોઈએ તો બરવાળા તાલુકામાં 82 લાભાર્થી, બોટાદ તાલુકામાં 269 લાભાર્થી ,ગઢડા તાલુકામાં 302 લાભાર્થી અને રાણપુર તાલુકામાં 144 લાભાર્થી સહાય મેળવી ચુક્યા છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈતરીયા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી રાણાભાઈ જાદવના પુત્ર લાલજીભાઈએ જણાવ્યું હતું કે હું દરજીકામ કરુ છુ અને મારા પિતા ખેતીકામ કરીને અમારા પાંચ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. અત્યાર સુધી તો મારા માતા-પિતા અને મારી જીંદગી કાચા મકાનમાં પસાર થઈ હતી ત્યારે પાકાં ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં અમને પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ સહયોગી બની છે.
આવાસ યોજનાનો લાભ મળવાથી મારા પરિવારજનોને ખૂબ આનંદ થયો છે. હું ઘરે રહીને જ દરજીકામ કરૂં છે, હવે અમને પાકું ઘર મળતા મારા કાર્યને પણ નવો વેગ મળ્યો છે અને મારા પિતા પણ સંતોષકારક જીવન પસાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકાં મકાન સાથે હવે અમારું ભવિષ્ય પણ પાક્કું અને મજબૂત કર્યું છે. આ રીતે જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને લાભ મળ્યો છે જેનાથી લાભાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળે છે.
કેન્દ્ર સરકાર તરફથી જે લોકો આર્થિક રીતે પછાત હોય અને તેમની પાસે પાકા મકાનની સુવિધા ન હોય તેવા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે તે મુજબ બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અત્યારસુધી કુલ 797 લાભાર્થીને આવી યોજનાનો લાભ મળતા જેતે પરિવારમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.