Thursday, April 27, 2023

8 અરજદારોના પ્રશ્નોનું કરાયું નિરાકરણ; બાકી રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા સંબંધીત અધિકારીઓને સૂચના આપી | 8 Applicants' queries resolved; Instructed concerned officials to resolve outstanding issues | Times Of Ahmedabad

પોરબંદર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદન-1 ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા 11 અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જે પૈકી આઠ પ્રશ્નોનો કલેક્ટરે સ્થળ પર જ નિકાલ કર્યો હતો. તથા બાકી રહેલા ચાર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સંબંધીત અધિકારીઓને સૂચના આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમના ભાગરૂપે આજ તારીખ 27ના રોજ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર એમ.કે. જોશી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 11 અરજદારો પોતાના પ્રશ્નો રજૂ કરવા ઉપસ્થિત રહ્યા હતા.

આ તમામ અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેક્ટર અને ટીમ પોરબંદર દ્વારા સાંભળવામાં આવ્યા હતા. જે પૈકી 8 પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ કરાયો હતો. બાકી રહેલા 4 પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે લાવવા સંબંધીત વિભાગના અધિકારીને જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.