Friday, April 7, 2023

બોડેલી એપીએમસીની ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા; 8 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ | BJP announces its candidates for Bodeli APMC elections; Last day to withdraw form on 8th April | Times Of Ahmedabad

છોટા ઉદેપુર8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોડેલી એપીએમસીની ચૂંટણી આગામી 17 એપ્રિલના રોજ યોજાનાર છે. જેના ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયા છે. જેમાં ખેડૂત વિભાગના 10 સભ્યો માટે 33 ઉમેદવારો, વેપારી વિભાગના 4 સભ્યો માટે 13 ઉમેદવારો અને સહકારી ખરીદ વેચાણ સંઘ અને મંડળીઓના 2 સભ્યો માટે 10 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. આવતીકાલે તા. 8 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે.

આ ચૂંટણીમાં કુલ 56 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. જેમાં હાલના એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ મહારાઉલે પોતાની પત્ની શીતલકુવરબા મહારાઉલને મેદાને ઉતાર્યા છે. અગાઉ હેમરાજસિંહ મહારાઉલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેને લઇને તેઓએ પોતાની પત્ની ઉપર પસંદગી ઉતારી હતી. આ એપીએમસીની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે ભાંજગડ ઊભી થતાં જિલ્લા ભાજપના પ્રમુખે ગઈકાલે લેટરપેડ ઉપર ભાજપના 16 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં હાલના એપીએમસીના ચેરમેનના પત્ની શિતલકુવરબા મહારાઉલ, હાલના ઉપ પ્રમુખ કૌશિક પટેલ, તેમજ બોડેલી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હિતેશ કોળીના નામની બાદબાકી કરાતા વિવાદના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ભાજપ પ્રમુખના લેટરપેડ ઉપર જાહેર કરવામાં આવેલ યાદીમાં ભાજપના સંનિષ્ઠ કાર્યકરોને સાઇડલાઈન કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જેને લઇને આવતીકાલે ફોર્મ પરત ખેંચાયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.